વડોદરા : ઊભા પાક પકવતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ

0
0

છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવતાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર, પાવી જેતપુર અને બોડેલી તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જોકે માવઠાને પગલે કેળ, પપૈયા, તલ, મગ, મકાઈ સહિત ઊભા પાક પકવતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કોઠિયા ગામ પાસે ભારે પવનને પગલે રસ્તા પર ઝાડ પડ્યું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના કોઠિયા ગામ પાસે ભારે પવનને પગલે ઝાડ પડ્યું હતું. રસ્તા વચ્ચે ઝાડ પડતાં ટ્રાફિકમાં ખોરવાઇ ગયો હતો, જેથી સ્થાનિકો ઝાડ હટાવવા કામે લાગ્યા હતા.

બોડેલીના કોઠિયા ગામ પાસે ભારે પવનને પગલે રસ્તા પર ઝાડ પડતાં ટ્રાફિક ખોરવાયો.
બોડેલીના કોઠિયા ગામ પાસે ભારે પવનને પગલે રસ્તા પર ઝાડ પડતાં ટ્રાફિક ખોરવાયો.

વડોદરામાં મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા
વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક પવનના સૂસવાટા તો ક્યાંક વરસાદનાં અમી છાંટણાં જોવા મળ્યાં હતાં. રાત્રે વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો, જેને લઈ વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયાં હતાં. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા નજીક ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર પણ લગાડેલાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ ધરાશાયી થઇ ગયાં હતાં.

વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ મસમોટાં હોર્ડિંગ્સ ધરાશાયી થયાં.
વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ મસમોટાં હોર્ડિંગ્સ ધરાશાયી થયાં.

રેપિડ ટેસ્ટનો ટેન્ટ વાવાઝોડામાં ધરાશાયી થયો
રેપિડ ટેસ્ટ માટે બનાવેલા ટેન્ટ પણ વાવાઝોડા સામે ટકી શક્યો ન હતો. આટલું ઓછું હોય તેમ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર લાઈટના પોલ ઉપર લગાવેલ મોટા CCTV પણ નીચે લટકી ગયા હતા. પાલિકા તંત્ર દ્વારા હાઇકોર્ટના આદેશ અનુસાર જાહેરનામું પણ છે કે સર્કલ પર હોર્ડિંગ્સ નહીં લગાડવા તેમ છતાં હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે અને તેને પગલે અકસ્માતનો ભય સેવાતો હોય છે.

રેપિડ ટેસ્ટ માટે બનાવેલા ટેન્ટ પણ વાવાઝોડા સામે ટકી શક્યો ન હતો.
રેપિડ ટેસ્ટ માટે બનાવેલા ટેન્ટ પણ વાવાઝોડા સામે ટકી શક્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here