Wednesday, January 19, 2022
Homeગુજરાતવડોદરા : બાજના ગળામાં પંતગની દોરી ફસાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમે બાજને...

વડોદરા : બાજના ગળામાં પંતગની દોરી ફસાઇ જતાં ફાયર બ્રિગેડની ટીમે બાજને રેસ્ક્યૂ

ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ ગયું છે. પંડ્યા બ્રિજ પાસે ઝાડ ઉપર રાત પસાર કરતા બાજ પક્ષી ઝાડ પડેલા પતંગના દોરામાં ફસાઇ જતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યું હતું. જોકે, ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધારદાર પતંગની દોરી બાજના ગળામાં વાગતા બચવું તેનું બચવું મુશ્કેલ છે. ફાયર બ્રિગેડ દ્વારા પતંગની દોરીથી ઇજા પામેલા બાજને બચાવી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

 

બાજની ગળામાં દોરી ફસાઇ

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે નારી સંરક્ષણ કેન્દ્ર નજીક આવેલા ઘટાદાર વૃક્ષ ઉપર બાજ પક્ષી સહિત અનેક વિધ પ્રકારના વૃક્ષો રાતવાસો કરે છે. રાબેતા મુજબ બાજ પક્ષી સહિત અન્ય પક્ષીઓ રાતવાસો કરી રહ્યા હતા. દરમિયાન એક બાજ પક્ષી ઝાડ ઉપર કપાઇને આવેલી પતંગના દોરીમાં ફસાઇ ગયું હતું. પતંગની દોરીમાં ફસાઇ ગયેલા બાજે છૂટવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ, બાજ નીકળી શક્યું ન હતું.

ફાયર બ્રિગેડે બાજને રેસ્ક્યૂ કર્યું

દરમિયાન દોરીમાં ફસાઇ ગયેલા બાજ ઉપર પસાર થઇ રહેલા એક જીવદાય પ્રેમીની નજર પડતાં તુરંત જ તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઉત્તરાયણ પર્વ માટે બનાવવામાં આવેલી ફાયર બ્રિગેડની ત્રણ લાશ્કરોની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. અને સાવચેતી પૂર્વક પતંગની દોરીમાં ફસાઇ ગયેલા બાજને મુક્યુ કર્યું હતું. જોકે, પતંગની દોરીથી બાજ પક્ષીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા ઉડી પણ શક્યું ન હતું. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા બાજ બચી જાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

ઉત્તરાયણમાં પક્ષીઓની હાલત કફોડી બની જાય છે

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા અને સાંજ પછી વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓની હાલત કફોડી બની જાય છે. પંડ્યા હોટલ પાસે નારી સંરક્ષણ કેન્દ્ર નજીક પતંગની દોરીથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા બાજ પક્ષીની જેમ આગામી ત્રણ દિવસમાં અનેક પક્ષીઓ ભોગ બનશે. શહેરમાં આજથી જીવદયાનું કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી ઇજા પામતા પક્ષીઓને બચાવવા માટે કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular