Thursday, September 23, 2021
Homeવડોદરા : ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજાર પાલિકાએ બંધ કરાવ્યું, શાકમાર્કેટમાં કાલથી...
Array

વડોદરા : ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજાર પાલિકાએ બંધ કરાવ્યું, શાકમાર્કેટમાં કાલથી ઓડ ઈવન પદ્ધતિથી લાગુ

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે તંત્ર જરૂરી પગલા તાત્કાલિક ધોરણે ભરી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા ખંડેરાવ માર્કેટ ખાતે આવેલું ફૂલ બજાર આજે બંધ રાખવાની સૂચના આપી હતી. આવતીકાલથી ઓડ ઇવન પદ્ધતિ મુજબ શાકમાર્કેટ ચાલુ રહેશે. જેમાં બહારથી આવતા હોલસેલ વેપારીઓ તથા ખેડૂતોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જેના કારણે કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી.

સોશિયલ ડિસ્ટન્સ મામલે પાલિકાને માત્ર ફૂલ બજાર જ નજરે ચડે છે

વેપારીઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ મામલે પાલિકાને માત્ર ફૂલ બજાર જ નજરે ચડે છે. મંગળ બજાર, શાકમાર્કેટ અને સિંધી માર્કેટ સહિતના બજારોમાં સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તે કેમ દેખાતું નથી. કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરાકી ટાણે ફુલ બજારના વેપારીઓને તંત્ર ખોટી રીતે પરેશાન કરી રહ્યું છે.

પાલિકાની કાર્યવાહીને લઇને કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી

પાલિકાની કાર્યવાહીને લઇને કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી

વેપારીઓએ રસ્તા ઉપર ફૂલના પથારા માંડ્યા

તો બીજી તરફ ફૂલ બજાર બંધ કરાતા વેપારીઓએ રસ્તા ઉપર ફૂલના પથારા માંડ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. આમ પાલિકાએ ફૂલ બજારમાં સોશિયલ ડિસ્ટનસ જાળવવા માટે બંધ કરાતા મુખ્ય માર્ગ ઉપર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા અને પરિસ્થિતિ જૈસે થે રહી હતી.

ફૂલ બજાર બંધ કરાતા વેપારીઓએ રસ્તા ઉપર ફૂલના પથારા માંડ્યા હતા
ફૂલ બજાર બંધ કરાતા વેપારીઓએ રસ્તા ઉપર ફૂલના પથારા માંડ્યા હતા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments