વડોદરા : વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલે બ્લેકમેલ કરીને પૂર્વ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પર દુષ્કર્મ, પોલીસમાં ફરિયાદ

0
0

વડોદરા શહેર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટીના પૂર્વ ડીન કમ આચાર્યે પીએચડીની વિદ્યાર્થિની અને આસિસ્ટન્ટ પ્રોફેસરના મોબાઇલમાં બીભત્સ ફોટા મોકલી ચેટ કરી સારા માર્કસની લાલચ આપી તેને સુરત હાઈવે પર લઈ જઈ રાતના અંધારામાં ગાડીની પાછળની સીટ પર દુષ્કર્મ કર્યું હતું. આચાર્યે યુવતીનો બીભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સતત જાતીય સતામણીથી ત્રાસેલી યુવતીએ આખરે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સતત જાતીય સતામણીથી કંટાળેલી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે ફરિયાદ નોંધાવી

31 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી કે, તેણે 2019ના મે મહિનામાં શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીમાં પીએચડીમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું હતું. કોલેજના પૂર્વ ડીન પ્રિન્સિપાલ ડો. નવજોત શાંતિલાલ ત્રિવેદી (રાજમંદિર સિનેમા, ડીસા, પાલનપુર)એ તેને પીએચડીમાં મદદ કરવાનું પ્રલોભન આપી ઓફિસમાં રોકતા હતા. તેમણે પીએચડીમાં સારા માર્કની લાલચ આપી હતી. શરૂઆતના બે માસમાં નવજોત ત્રિવેદીએ યુવતી સાથે મોબાઇલમાં ચેટ કરી તું મારી ગર્લફ્રેન્ડ છે, તેમ જણાવતો હતો. તેણે મારી પત્ની કોઇ સુખ આપતી નથી અને 3 મહિનાથી પિયર જતી રહી છે, તેમજ તું મારી સાથે મોબાઇલ પર ખાલી વાત કર અને મેસેજ કર તેમ જણાવ્યું હતું. તે પછી વીડિયો કોલ કરી બિભત્સ માગ કરી જાતીય સતામણી શરૂ કરી હતી.

મોબાઇલની ચેટ અને બીભત્સ ફોટા વાઇરલ કરાવી દઈશ તેવી ધમકી આપી

નવજોતે મોબાઇલની ચેટ અને બીભત્સ ફોટા વાઇરલ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. નવેમ્બર-2019માં સાંજે ડો.નવજોત ત્રિવેદીએ વાઘોડિયા ચોકડી પાસેની કિસ્મત કાઠિયાવાડી હોટેલ પાસે બોલાવતાં તે ત્યાં ગઈ હતી. જ્યાં યુવતીને તેની કારમાં બેસાડીને સુરત હાઈવે પર લઇ ગયો હતો અને રસ્તામાં હોટલમાં જમ્યા બાદ આગળ લઈ જઈ રોડ સાઈડ પર ગાડી પાર્ક કરી હતી. ત્યારબાદ પાછળની સીટ પર યુવતીને લઈ જઈ મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવી બ્લેકમેઇલ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને પછી તેને ઘેર છોડી દીધી હતી. તે સમયે તેણે જો કોઈને આ વાત કરી છે તો તારા ફોટા અને વીડિયો વાઇરલ કરી દઈશ અને નોકરીમાંથી કઢાવી મૂકીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિલ્હીની હોટલમાં યુવતીના પીણામાં કંઇ ભેળવી દુષ્કર્મ કર્યું

યુવતીએ આરોપ લગાવ્યો કે, 2019માં ડિસેમ્બરમાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ ડો. નવજ્યોત ત્રિવેદી દિલ્હીમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાં ફ્રેન્ડશિપ ડિયર પાર્ક હોટલમાં રોકાયા હતા. હોટલમાં ડો.નવજ્યોત ત્રિવેદીએ ભરપૂર દારૂ પીધો હતો અને યુવતીના ઠંડા પીણામાં કંઈક મિલાવટ કરી તેને પીવડાવ્યા બાદ યુવતી બેભાન થતાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતી મોડી રાત્રે જાગી જતાં નવજ્યોતે તું કોઈને કહીશ તો કેરીયર બરબાદ કરી દઈશ તેવી ધમકી આપી હતી. તેની રૂમ પાર્ટનરે આ ઘટના વિશે તેને કંઈ જણાવ્યું ન હતું.

હાઇવે પર કારના ગ્લાસ પર પૂંઠા ચઢાવી દુષ્કર્મ

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તેને હાઈવે પર લઇ ગયા બાદ નવજ્યોતે રસ્તાની સાઇડ પર અંધારામાં ગાડી પાર્ક કરી તમામ ગ્લાસ પર પૂંઠા ચઢાવી દીધાં હતાં. તે પછી મારે તારી સાથે વાત કરવી છે તેમ જણાવી તેને પાછળની સીટ પર બેસાડી હતી. જ્યાં તેણે ફોટા અને ચેટ બતાવી બ્લેકમેલ કરી તું મારી ગર્લફ્રેન્ડ છે, હું તારી જોડે રહેવા માગું છું, કહી દુષ્કર્મ કર્યું હતું.

યુવતીને બદનામ કરવાનો પ્રયાસ

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સતત જાતીય સતામણી અને દુષ્કર્મ કર્યા પછી પણ ડો.નવજોત ત્રિવેદીએ યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે યુવતી વિરુદ્ધ ખોટા મેસેજ સંચાલકોને મોકલાવ્યા હતા અને સતત બ્લેકમેલ અને ધમકીથી યુવતી ડરી ગઈ હતી.

દિલ્હીની ઘટના દબાવવાનો પ્રયાસ

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, દિલ્હીની હોટલમાં તેની પર દુષ્કર્મ કર્યા પછી સમગ્ર ઘટના દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. તેની સાથે જે રૂમ પાર્ટનર હતી તેને તેણે ઘણીવાર પૂછ્યું હતું, પરંતુ તેણે જાણે કશું બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું. દિલ્હીની ઘટના બાબતે ડૉ.નવજોત ત્રિવેદીએ કોઈ જવાબ આપ્યો ન હતો.

યુનિ.એ બંનેને 4 સપ્ટેમ્બરે છૂટાં કરી દીધાં હતાં

આ અંગે યુનિવર્સિટી સત્તાધીશોએ જણાવ્યું હતું કે, ડો. નવજ્યોત ત્રિવેદીની 1 એપ્રિલ, 2019ના રોજ પારૂલ યુનિ.ની સંલગ્ન કોલેજ પારૂલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના આચાર્ય પદે અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 5 ઓગસ્ટ, 2019ના રોજ નિમણૂક કરાઈ હતી. બંને જણા દ્વારા એકબીજા સામે આક્ષેપો કરાતાં યુનિવર્સિટીએ તપાસ સમિતિ રચી હતી. જેમાં બંને જણા એક યા બીજી રીતે સંડોવાયેલાં જણાતાં 4 સપ્ટેમ્બર, 2020ના રોજ બંનેને છૂટાં કરાયાં હતાં. આ મામલો બે વ્યક્તિ વચ્ચેનો હોઈ યુનિવર્સિટીને તેની સાથે કોઈ લેવા-દેવા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here