Friday, September 17, 2021
Homeવડોદરા : ટ્રેનમાં ગોવાથી લવાયેેલા દારૂ સાથે 4 જણ પકડાયા
Array

વડોદરા : ટ્રેનમાં ગોવાથી લવાયેેલા દારૂ સાથે 4 જણ પકડાયા

પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

શહેરના રેલવે સ્ટેશન પર આવેલી ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી ઊતરેલા એક સગીર સહિત 2 યુવકોના સામાનની પોલીસે તલાશી લેતાં દારૂની 100 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે દારૂ મગાવનાર સહિત 5 જણા સામે ગુનો નોંધી 4 જણાને ઝડપી લીધા હતા. ગોવાની વાઇન શોપમાંથી તેમણે દારૂની બોટલો ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પશ્ચિમ રેલવે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં કેટલાક શખ્સો દારૂનો જથ્થો લઇને આવી રહ્યા છે, જેથી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. રાત્રે 1.40 વાગે ટ્રેન સ્ટેશન પર આવતાં પોલીસે જોયું હતું કે, ટ્રેનના કોચમાંથી 4 વજનદાર બેગો સાથે 2 શખ્સ નીચે ઉતર્યા હતા, જ્યારે અન્ય 2 શખ્સ દારૂની બેગો લેવા આવેલા જોવા મળ્યું હતું.

જેથી પોલીસે તમામને કોર્ડન કરી પકડી લીધા હતા. પોલીસે રોનક હરીશભાઇ સલેટ (રહે. પોરબંદર) તથા એક સગીર ઉપરાંત સિદ્ધાર્થ રાજેશ મોદી (રહે. શાંતિપાર્ક સોસા, સુભાનપુરા) તથા ઉમેદ અહેમદ ઉર્ફે સલમાન જલીલ અહેમદ અન્સારી (રહે. પ્રિયલક્ષ્મી મિલ, ગોરવા રોડ)ને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી દારૂની 100 બોટલ (કિંમત રૂા.38,099), મોબાઇલ ફોન અને 4 બેગ મળીને રૂા.91,699નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછતાછમાં રોનક અને સગીરે જણાવ્યું હતું કે, તેમની સાથે પકડાયેલા સિદ્ધાર્થ મોદીએ ગોવાથી દારૂની બોટલો મગાવી હતી અને તે બંનેએ ગોવાની વાઇન શોપમાંથી દારૂની બોટલો લીધી હતી. સિદ્ધાર્થે પોલીસને જણાવ્યું હતું કે, આ તમામ બોટલો પોરબંદરના પ્રકાશ મોતી વરસ નામના શખ્સને આપવાની હતી અને ઉબેર અહેમદને દારૂની વજનદાર બેગોને ઊંચકવા માટે તે વડોદરા સ્ટેશન ખાતે લાવ્યો હતો. પોલીસે 5 જણા સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments