Monday, September 20, 2021
Homeવડોદરા : કમાટીબાગમાં ગૌરી વ્રતના જાગરણમાં ગુમ થયેલા બે બાળકો શોધીને પોલીસે...
Array

વડોદરા : કમાટીબાગમાં ગૌરી વ્રતના જાગરણમાં ગુમ થયેલા બે બાળકો શોધીને પોલીસે માતાઓને સોંપ્યા

વડોદરા: વડોદરા શહેરના કમાટીબાગમાં ગૌરી વ્રતના છેલ્લા દિવસે જાગરણ મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દરમિયાન પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકો કમાટીબાગના ગેટ પાસેથી ટ્રાફિક પોલીસને મળી આવ્યા હતા. જે બંને બાળકોને તેમના પરિવારને સુપરત કર્યા હતા.

ગૌરી વ્રતને કારણે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો
પાંચ દિવસ અપાર આસ્થા અને શ્રધ્ધા પૂર્વક ઉજવાયેલ ગૌરીવ્રતનું ગુરૂવારે જાગરણ હતું. વડોદરા શહેરના હરણી રોડ નાગેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા શિતલબહેન કાળુભાઇ આહિર અને પાદરા તાલુકા સેજાકૂવા ગામના શકુબહેન હરેશભાઇ પટેલ પણ પોતાના બાળકોને લઇ કમાટીબાગમાં ગૌરીવ્રતનું જાગરણ કરવા માટે આવ્યા હતા. જાગરણના કારણે કમાટીબાગમાં લોકોની ભારે ભીડ હતી. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કમાટીબાગના તમામ ગેટ ઉપર બંદોબસ્તનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

માતાઓએ પોલીસ કર્મીઓનો આભાર માન્યો
ટ્રાફિક ટીમ નંબર-3ના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ અને ટ્રાફિક ટીમ નંબર-4ના પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ રતનસિંહ કમાટીબાગના ગેટ નંબર-1 ઉપર ફરજ બજાવતા હતા. દરમિયાન તેઓએ બે બાળકોને ગેટ પાસે રડતા જોતા તેઓ તેમની પાસે પહોંચી ગયા હતા. અને બંને બાળકોને ખાવાની વસ્તુ અપાવી તેઓને રડતા બંધ કરાવ્યા હતા. અને તેઓના પરિવારની શોધખોળ કરી હતી. દરમિયાન બાળકોને શોધી રહેલી તેમની માતાઓ આવી પહોંચતા તેઓને બાળકો સુપરત કર્યાં હતા.
ઘરેથી ઉત્સાહ સાથે શિતલબહેન આહિર અને શકુબહેન પટેલ બાળકોને લઇ ગૌરીવ્રતના જાગરણ નિમીત્તે કમાટીબાગમાં ફરવા માટે આવ્યા હતા. પરંતુ, ભારે ભીડમાં તેઓના બાળકોની આંગળી છૂટી જતા ગુમ થઇ ગયા હતા. તેમની માતાઓ બેબાકળા બનીને બાળકોને શોધી રહ્યા હતા. ત્યાં ગેટ નંબર-1 પાસે ટ્રાફિક પોલીસ જવાનોના હાથમાં પોતાના બાળકોને હસતા-રમતા જોઇને માતાઓની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા હતા. અને ટ્રાફિક પોલીસ જવાનો પાસેથી પોતાના બાળકો લઇ પોલીસ જવાનોનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments