વડોદરા : પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું

0
3

શહેરના ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાની મળી આવેલી હત્યા કરેલી લાશનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નિના આડા સબંધના વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.

ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસે પતિ પત્નીને ઝઘડો થયો હતો.
ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસે પતિ પત્નીને ઝઘડો થયો હતો.

પોલીસે પતિ સહિત પાંચને ઝડપેલા
આ બનાવની વિગત એવી છે કે તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ તા. 13 માર્ચના રોજ સવારે મળી આવી હતી.આ બનાવ અંગે હરણી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.જેમાં પોલીસે મોતને ઘાટ ઉતારાયેલ કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી ( ઠાકોર ) સહિત પાંચ શકમંદની અટકાયત કરી હતી.

પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે
પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે
પતિએ પૂછપરછમાં કબૂલાત કરી
કોકિલાબેનના પતિએ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નિના આડા સંબંધોના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસની વધુ પૂછપરછમાં હત્યારા પતિ વજેસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, તારીખ 12 મી માર્ચના રોજ પત્નિ કોકિલાબહેન બપોરના સમયે ઘરેથી નીકળી ગઈ હતી.મોડી સાંજે પરત આવી ન હતી. તેની શોધખોળ કરતા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસેથી મળી આવી હતી.
પતિે ઝઘડા દરમિયાન પત્નીને સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી
પતિે ઝઘડા દરમિયાન પત્નીને સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી

માથામાં સિમેન્ટના બ્લોક મારેલા
પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી.ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પત્નિના આડા સબંધ ના વહેમમાં પત્નિની હત્યા કરનાર પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here