વડોદરા : હિતેશ અને પત્ની નેહા 30 વર્ષમાં 200થી વધુ દેશ-વિદેશની અને બેનમૂન નક્શી કરેલી ઘડિયાળોનો સંગ્રહ છે

0
2

દેશ વિદેશમાં ઘણા લોકો વિશ્વની એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે. આવી જ રીતે વડોદરાના જાણીતા કળાસંગ્રાહક હિતેશ રાણા અને તેમના પત્ની નેહા રાણા પાસે 30 વર્ષમાં 200થી વધુ દેશ-વિદેશની અને બેનમૂન નક્શી કરેલી ઘડિયાળોનો સંગ્રહ છે. જેમાં મોટાભાગની 200 વર્ષથી જૂની ઘડિયાળો છે. જે હજી ચાલુ છે. આ તમામ ઘડિયાળોને દર 6 દિવસે સાફ સફાઇ કરે છે. આ દંપતીએ પિતાનો વારસો જાળવી રાખતા વિવિધ દેશોમાં ફરીને એન્ટિક ઘડિયાળો એકત્ર કરી છે. જેમાં વોલ કલોક, ટેબલ કલોક અને પોકેટ કલોકનો સમાવેશ થાય છે.

સોના-ચાંદી અને રુબી જડેલી એન્ટિક ઘડિયાળો પણ છે
ઘડિયાળના સંગ્રહમાં સૌથી વધુ પોકેટમાં રાખવાની વર્ષો જૂની ઘડિયાળો ચાલુ હાલતમાં સચવાયેલી છે. જેમાં શુદ્ધ સોના-ચાંદી તથા રુબી જડેલી પોકેટ ઘડિયાળો પણ સામેલ છે. આ સાથે જ કુરાનની આયાતની સુંદર કોતરણી અને બ્રિટિશરોના ફોટો સાથે જેવી વૈવિધ્યસભર ઘડિયાળ છે. ટેબલ કલોકમાં પણ સુમધુર ટકોરા વાગતી અને સાથે અદભુત કોતરણીવાળી ઘડિયાળ, બ્રાસ પર હિન્દુ દેવી-દેવતાઓની કોતરણી વાળી ઘડિયાળ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here