વડોદરા : પત્ની અને જમીનદલાલને ઘરમાં સાથે જોઈ જતાં પતિ ઉશ્કેરાયો

0
19
  • અટકાયત બાદ મૃત્યુ થતાં જમીનદલાલના પરિવારે કસ્ટોડિયલ ડેથના આક્ષેપ કર્યા હતા
  • પોલીસ-તપાસમાં પત્નીના આડાસંબંધને લઈને પતિએ જમીનદલાલની હત્યાનો ઘટસ્ફોટ થયો
  • જવાહરનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી

વડોદરામાં જવાહરનગર પોલીસે સોમવારે મોડી રાત્રે અટકાયત કર્યા બાદ જમીનદલાલ રહસ્યમય મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. વડોદરાના બાજવા-કરચિયા રોડ પર આવેલા જલારામનગરમાં રહેતા જમીનદલાલના બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે આડાસંબંધ હતા. પરિણીતાના પતિએ બંનેને ઘરમાં જોઈ જતાં જમીનદલાલની હત્યા કરી નાખી હોવાનો પોલીસ-તપાસમાં ઘટસ્ફોટ થયો છે અને આરોપીએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વર્ધી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક જમીનદલાલના પરિવારજનોએ પોલીસે માર મારતાં તેમનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા.

પોલીસ બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી
વડોદરા શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયાર(ઉં.40), પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતા મહેશ જનકભાઇ પંચાલે પોલીસ કંટ્રોલરૂમને વર્ધી આપી હતી, જેને આધારે પોલીસ મહેશ જનકભાઇ પંચાલ અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢિયારની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

અટકાયત બાદ મૃત્યુ થતા જમીનદલાલના પરિવારે કસ્ટોડિયલ ડેથના આક્ષેપ કર્યા હતા.
અટકાયત બાદ મૃત્યુ થતા જમીનદલાલના પરિવારે કસ્ટોડિયલ ડેથના આક્ષેપ કર્યા હતા.

જમીનદલાલને ગભરામણ થતાં હોસ્પિટલમાં લઇ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યો
આ દરમિયાન મહેન્દ્રભાઇને અચાનક ગભરામણ થતાં પોલીસ તેને બાજવાના સરકારી દવાનાખામાં લઇ ગઇ હતી, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, જમીનદલાનનું રહસ્યમય મોત થતાં પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

પોસ્ટમોર્ટમમાં માર માર્યા બાદ મોત થયું હોવાનો ઘટસ્ફોટ
પરિવારજનોના આક્ષેપને પગલે જવાહર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી હતી અને મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ-તપાસમાં પત્નીના આડાસંબંધને લઈને પતિએ જમીનદલાલની હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ-તપાસમાં પત્નીના આડાસંબંધને લઈને પતિએ જમીનદલાલની હત્યાનો ઘટસ્ફોટ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

જમીનદલાલના પત્ની સાથેના સંબંધને લઇને પતિએ માર મારતાં મોત થયું
મૃતક જમીનદલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશભાઇ પઢિયારના મહેશ પંચાલની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. અને મહેશ તેની પત્ની અને મહેન્દ્રને તેમના ઘરમાં સાથે જોઇ ગયો હતો, જેથી ઉશ્કેરાઈને મહેશે મહેન્દ્રને માર માર્યો હતો, ત્યાર બાદ મહેન્દ્રનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here