વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

0
0

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તરસાલી વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.મોતી નગર-2 સુસેન તરસાલી રોડ, સાઈબાબા મંદિરની પાસે કોર્પોરેશનની દબાણ હટાવ ટીમ જેસીબી અને બુલડોઝર સાથે આજે સવારે ત્રાટકી હતી, અને એક ગેરકાયદે બનેલો તબેલો તોડી નાખ્યો હતો. આ ઉપરાંત ફેન્સીંગ, ફર્નિચર વેચવા માટે બનાવેલો પતરાનો શેડ, કાઉન્ટર વગેરેના દબાણ તોડી પાડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here