વડોદરા : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાના પતિની કરી હત્યા

0
0

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ઉતરજ ગામમાં પરિણીતા સાથે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમ સંબંધમાં વિઘ્ન બનતા પરિણીતાના પતિની ઘાતકી હત્યા કરીને લાશ ખેતરમાં સંતાડી દીધી હતી. શિનોર પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પરિણાતા અને યુવક વચ્ચેના પ્રેમી જાણ પરિવારને થઇ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા ઉતરાજ ગામે રહેતા 37 વર્ષીય વિજય વસાવા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક મહિના અગાઉ તેમની પત્ની સાથે ગામમાં જ રહેતા રણજીત વસાવા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જે અંગેની જાણ પતિ વિજય અને પરિવારજનોને થતાં બંનેને ઠપકો આપીને સમજાવ્યા હતા.

પરિણીતાનો પતિ ગુમ થતાં પોલીસમાં ફરિયાદ કરી
દરમિયાન 27 એપ્રિલના રોજ વિજય મરઘીનું બચ્ચું શોધવા જાવ છું, તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ શિનોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. વિજયભાઇ ગુમ થયા તે દિવસથી રણજીતભાઈ વસાવા પણ ઘરે આવ્યા ન હોવાથી વિજયભાઈના પરિવારજનોને શંકા ગઈ હતી. રણજીત વસાવા વિજયની પત્નીને ફોન કરીને જણાવતો હતો કે, વિજયને મારી નાખી તારી સાથે લગ્ન કરીશ.

પોલીસની પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત કરી
જેથી વિજય ગુમ થયા અંગે પરિવારજનોએ રણજીતને પૂછપરછ કરતા તેઓએ આ બાબતે કંઈ પણ જાણતા હોવાનો ઇન્કાર કર્યો હતો. દરમિયાન શિનોર પોલીસની પૂછપરછ દરમિયાન રણજીતે મૃતક વિજયની લાશ ભુખી નદીની કાસમાં હોવાનું જણાવ્યું હતું. જેની તપાસ કરતા દુર્ગંધ મારતી સડી ગયેલી વિજયની લાશ મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here