વડોદરા : બાળકોના રમવા બાબતના ઝઘડામાં હુમલાખોરોએ ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કર્યો

0
3

શહેરના મન્સૂરી કબ્રસ્તાન ખાતે રોશન નગરમાં બાળકોના રમવા બાબતના ઝઘડામાં હુમલાખોરોએ ફરિયાદી ઉપર ચપ્પુ , લોખંડના પંચ તથા પટ્ટા વડે જીવલેણ હુમલો કરી પોલીસ ફરિયાદ નહીં કરવા ગર્ભિત ધમકી આપી હોવાનો બનાવ કારેલીબાગ પોલીસ ચોપડે નોંધાયો છે.

બાળકોના ઝઘડામાં બબાલ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મન્સૂરી કબ્રસ્તાન રોશન નગરમાં રહેતા ગુડ્ડુ પઠાણ સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 15મી એપ્રિલના રોજ તેઓ પરિવાર સાથે ઘરમાં હાજર હતા તે સમયે મહોલ્લામાં રહેતા દિલબર પઠાણના બાળકો તથા તેમની બહેનના બાળકો લડતા તેનું ઉપરાણું લઈ મોટા પણ બાખડી પડ્યા હતાં. જો કે મામલો થાળે પડતાં રોજા ઇખ્તારીના સમયે ઘરમાં બેઠા હતા. તે વખતે અચાનક મહોલ્લામાં રહેતા ઉવેશ પઠાણ ચપ્પુ સાથે તેની સાથે આમીર પઠાણ લોખંડનું પંચ તથા તેનો ભાઈ ભુરિયો પઠાણ પટ્ટો લઈને ધસી આવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
અપશબ્દો બોલી ઉવેશએ ગુડ્ડુ પઠાણના માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો. જ્યારે આમિરે લોખંડના પંચ તથા ભુરિયાએ પટ્ટા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ગુડ્ડુને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ ઇજાગ્રસ્તના ભાઈને રસ્તામાં આંતરિક પોલીસ ફરિયાદ કરશે તો ગુડડુંને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે પોલીસે ઉવેશ પઠાણ , આમીર પઠાણ , ભુરિયા પઠાણ તથા દિલવરી પઠાણ ( તમામ રહે – મન્સૂરી કબ્રસ્તાન, કારેલીબાગ, વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here