Tuesday, September 21, 2021
Homeવડોદરા : લગ્ન બાદ છોકરાનો જન્મ ન થતાં સાસરિયાએ બે લાખ માંગ્યા,...
Array

વડોદરા : લગ્ન બાદ છોકરાનો જન્મ ન થતાં સાસરિયાએ બે લાખ માંગ્યા, જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી

વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર લગ્ન બાદ છોકરાનો જન્મ નહીં થતા મ્હેણાં ટોણાં મારવામાં આવતાં હતાં. પિયરમાંથી રૂપિયા બે લાખ નહિ લાવનાર પત્નીને પેટમાં લાતો મારી જીવતી સળગાવી દેવાની ધમકી અપાઈ હતી. સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ હરણી પોલીસે દહેજ પ્રથાનો ગુનો નોંધ્યો છે.

પતિની ચડામણી કરાતી હતી

ન્યૂ વીઆઇપી રોડ પર વૈકુંઠ-2 માં રહેતા પરણિતાના લગ્ન વર્ષ 2013 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ મનીષભાઈ બચુભાઈ સોલંકી સાથે થયા હતા. સંતાનમાં તેઓને છ વર્ષની દીકરી છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, લગ્નના બે વર્ષ બાદ સાસુ અવાર નવાર છોકરાનો કેમ જન્મ થયો નથી તેવું બોલી મારા પતિને પણ ચડાવતા હતા. પતિ તેમની ચડામળી પર આવી અવારનવાર મારી સાથે ઝઘડો કરતા હતા. દરમ્યાન પતિએ મારા પિતાજીના ઘરેથી બે લાખ હાથ ઉછીના લઇ આવવા દબાણ કર્યું હતું. પિતાજીએ પૈસા ન આપતા મને વધુ ટોર્ચર કરી ઝઘડો કરતા હતાં.

પોલીસે ગુનો નોંધ્યો

પરણિતાએ ફરિયાદમાં કહ્યું કે, મારો ઘર સંસાર ન બગડે તે હેતુથી મારા માતા-પિતાએ પાંચ વખત સમાધાન કરાવ્યું હતું. તેમજ મારા પતિએ સોના-ચાંદીના દાગીના પણ ગીરવે મૂકી દીધા છે. અગાઉ પતિએ જીવતી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. દરમ્યાન ગઈ કાલે પણ નજીવા કારણોસર પતિએ બોલાચાલી કરી પેટમાં લાત મારી અને સાસુ-સસરાએ તેમજ નણંદએ અપશબ્દો બોલતા હું મારા માતા-પિતાના ઘરે આવી ગઈ હતી. ફરિયાદના આધારે હરણી પોલીસે મનીષભાઈ સોલંકી, ચંપાબેન સોલંકી, બચુભાઈ સોલંકી અને નિલમબેન સોલંકી વિરુદ્ધ દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments