Tuesday, April 16, 2024
Homeગુજરાતવડોદરા : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા

વડોદરા : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા

- Advertisement -

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. વડોદરામાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,693 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,910 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. આજે નવા કેસો જેતલપુર, અટલાદરા, ભાયલી શિયાબાગ, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, હરણી, સુભાનપુરા, તાંદલજા, કપુરાઇ, બાપોદ, અકોટા, સુદામાપુરી, કિશનવાડી, નવીધરતી, ગોકુનગર અને માંજલપુર વિસ્તારમાં આવ્યા છે.

શહેરમાં હાલમાં 160 જેટલા એક્ટિવ કેસ છે

વડોદરા શહેરમાં છેલ્લા 72 કલાકમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. બુધવારે કોરોના 27 કેસ પોઝિટિવ નોંધાયા હતા જ્યારે આજે ગુરૂવારે 11 કેસનો વધારો થઈ 38 કેસ નોંધાયા હતા. શહેરમાં હાલમાં 160 જેટલા એક્ટિવ કેસ છે જે પૈકી 8 કેસ ગંભીર હોવાનું સપાટી પર આવ્યું છે, જોકે આજે 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અગાઉ એક પછી એક કોરોનાની બે લહેરોનો સામનો કરનાર વડોદરા શહેરમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત જોવા મળી રહી છે. હાલમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે જે સૌથી આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવી બાબત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.

38 કેસ પોઝિટિવ આવ્યા

બુધવારે કોરોનાના 27 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજે 11નો વધારો થતાં શહેરના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસનો આંકડો 160 પર પહોંચ્યો છે. આજે ગુરૂવારે શહેરમાં 5211 કોરોનાના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 38 કેસ પોઝિટિવ આવ્યા હતા.

છ દર્દીઓ ઓક્સિજન પર છે

જેમાંથી 123 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે છ દર્દીઓ ઓક્સિજન પર અને બે દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 16 પોઝિટિવ કેસ સપાટી પર આવ્યા છે. વધુ 38 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 72,693 પર પહોંચ્યો છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,825 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,693 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9733 પશ્ચિમ ઝોનમાં 12,247, ઉત્તર ઝોનમાં 11,929, દક્ષિણ ઝોનમાં 11,923, વડોદરા ગ્રામ્યમાં 26,825 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular