Sunday, September 26, 2021
Homeવડોદરા : કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા ઇન્ડસ્ટ્રીઝમાં આપવાનું બંધ, વડોદરામાં 60...
Array

વડોદરા : કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા ઇન્ડસ્ટ્રીઝમાં આપવાનું બંધ, વડોદરામાં 60 કંપની લોકડાઉન

કોરોનાની બીજી જીવલેણ લહેરમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી ગયો છે. આ વખતે ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થતાં તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમોને પૂરા પાડવામાં આવતો ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવતા વડોદરા શહેર જિલ્લામાં ઓક્સિજન આધારિત 60 જેટલી કંપનીઓ વગર લોકડાઉને લોકડાઉન થઇ ગઇ છે.

કંપનીના સંચાલકો કહે છે કે, કોરોનાના દર્દીઓની સાથે ઓક્સિજન આપીને યુનિટોને જીવાડો

કોરોનાના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઇન્ડસ્ટ્રીઝમાં પુરા પાડવામાં આવતા ઓક્સિજન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જેને પગલે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. સાઇન્ટિફીક ચિજવસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે અમને પણ ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો. ઓક્સિજનનો સપ્લાય બંધ કરવામાં આવતા વગર લોકડાઉને કંપનીઓ લોકડાઉન થઇ ગઇ છે. જેથી વધારે 1 હજાર ઉપરાંત કર્મચારીઓ બેકાર થઇ ગયા છે.

રાજ્ય સરકારે ઓક્સિજનનો જથ્થો કોવિડ હોસ્પિટલને પુરો પાડવા આદેશ કર્યો છે

રાજ્ય સરકારે ઓક્સિજનનો જથ્થો કોવિડ હોસ્પિટલને પુરો પાડવા આદેશ કર્યો છે

સરકારે ઓક્સિજનનો જથ્થો કોવિડ હોસ્પિટલને પુરો પાડવા આદેશ કર્યો છે

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કોવિડ સેન્ટરો પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. તેની સાથે દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતમાં પણ વધારો થયો છે. પરિણામે સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની ખોટ પૂરી શકાય તે માટે ઓક્સિજનનો પુરતો જથ્થો કોવિડ હોસ્પિટલને પૂરો પાડવા માટે આદેશ જારી કર્યો છે.

ઓક્સિજનનો ઉપયોગ કરતા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની

કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો પૂરો પડાયા પછી જ ઇન્ડસ્ટ્રીઝને જથ્થો આપવા માટે જણાવાયું છે. અમલમાં આવેલા આ આદેશના પગલે ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.

કંપનીના સંચાલકો કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો

કંપનીના સંચાલકો કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે ઓક્સિજનના સિલિન્ડર્સ આપીને યુનિટોને જીવાડો

સાઇન્ટીફિક સાધનો બનાવતા યુનિટો લોકડાઉન થયા

નાના-મોટી ઇન્ડસ્ટ્રીઝને જરૂરીયાત પ્રમાણે તો ઠીક યુનિટ ચાલુ રહે તેટલો પણ ઓક્સિજન ન મળતા યુનિટ સંચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. હોસ્પિટલોની સાથે નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોને ઓક્સિજન નહીં મળતા સાઇન્ટીફિક સાધનો બનાવતા યુનિટો સહિત અન્ય ચિજોનુ ઉત્પાદન કરતા યુનિટો લોકડાઉન થઇ ગયા છે. આવનાર દિવસોમાં હજુ અનેક યુનિટો બંધ થઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.

છેલ્લા 4 દિવસથી એક પણ સિલિન્ડર ન મળતા યુનિટ બંધ કરવુ પડશે

વડોદરાના સરદાર અસ્ટેટમાં આવેલી તુલસી સાઇન્ટિફીક વર્કસના માલિક રાકેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે ઓક્સિજનના ઉપયોગથી સાઇન્ટિફીક સાધનોનું ઉત્પાદન કરતા યુનિટો સહિત અન્ય યુનિટોને ઓક્સિજન આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ઓક્સિજનનો પુરવઠો બંધ કરવામાં આવતા યુનિટો બંધ થઇ ગયા છે. અમારા યુનિટને ચલાવવા માટે રોજના 15 ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય છે, પરંતુ, છેલ્લા ચાર દિવસ દરમિયાન એક પણ સિલિન્ડર ન મળતા યુનિટ બંધ કરી દેવાની ફરજ પડશે. યુનિટ બંધ રહેવાના કારણે કર્મચારીઓનો પગાર કરવો મુશ્કેલ થઇ જશે.

1 હજાર ઉપરાંત કર્મચારીઓ બેકાર થઇ ગયા છે

1 હજાર ઉપરાંત કર્મચારીઓ બેકાર થઇ ગયા છે

સંચાલકોને પડતા ઉપર પાટુ મારવા જેવો ઘાટ થયો

વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોનાના લોકડાઉન દરમિયાન 4 માસ કંપની બંધ રહ્યું હતું. લોકડાઉનની કળ વળી નથી, ત્યાં ઓક્સિજન સિલિન્ડર્સ ન મળતા પડતા ઉપર પાટુ મારવા જેવો ઘાટ થયો છે. અમને પણ ખબર છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન પ્રાથમિકતા છે, પરંતુ, અમારા જેવા યુનિટ સંચાલકો માટે પણ ઓક્સિજન એટલો જ જરૂરી છે. જો અમારા યુનિટ ચલાવવા માટે ઓક્સિજન નહીં મળે તો અમારે યુનિટો બંધ કરવાનો વખત આવશે.

ઓક્સિજન સિલિન્ડર્સ મળી રહે તેવી અમારી લાગણી અને માગણી

સરદાર એસ્ટેટમાં ઓક્સિજનનો ઉપયોગ કરીને સાઇન્ટીફીક સાધનો સહિત વિવિધ ચિજવસ્તુઓનું ઉત્પાદન કરતા સૌથી વધુ 20 ઉપરાંત નાના-મોટા યુનિટો છે. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ નાના-મોટા સંખ્યાબંધ યુનિટો આવે છે. અમોને પણ અમારા યુનિટો કાર્યરત રહે તે પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર્સ મળી રહે તેવી અમારી લાગણી અને માગણી છે.

ઓક્સિજનનો ઉપયોગ કરતા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે

ઓક્સિજનનો ઉપયોગ કરતા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે

ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો આદેશ

લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો. ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ કોરોના OSD ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. જેને પગલે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને જ પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.

નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ

રાજ્ય સરકારના પરિપત્ર બાદ હવે ઓક્સિજન કંપનીઓ હરકતમાં આવી ગઇ છે અને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં રાતોરાત 13 હજાર લિટર લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી હતી. જેને પગલે હવે વડોદરામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ યુનિટોના સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે.

કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા ઇન્ડસ્ટ્રીઝમાં આપવાનું બંધ કરાયુ છે
કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા ઇન્ડસ્ટ્રીઝમાં આપવાનું બંધ કરાયુ છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments