Wednesday, September 29, 2021
Homeવડોદરા : રિક્ષા ચલાવવા બાબતે ન્યુ વી.આઇ.પી.રોડ પર ઝઘડો થતા લોખંડની પાઇપ...
Array

વડોદરા : રિક્ષા ચલાવવા બાબતે ન્યુ વી.આઇ.પી.રોડ પર ઝઘડો થતા લોખંડની પાઇપ વડે હુમલો

રિક્ષા ચલાવવા બાબતે ન્યુ વી.આઇ.પી.રોડ પર ઝઘડો થતા લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. બાપોદ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યુ વી.આઇ.પી.રોડ પર પીળા વુડાના મકાનમાં રહેતા શૈલેષ ખોડસિંહ રાજપૂત રિક્ષા ડ્રાયવિંગ કરે છે. શૈલેષે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે નવ વાગ્યે હું રિક્ષા લઇને દૂધ લેવા ગયો હતો. હું દૂધ લઇને પરત આવતો હતો. તે સમયે પરેશ મફતભાઇ ગામેતીએ રિક્ષા ધીરે ચલાવવાનું કહીને મારી સાથે ઝઘડો કર્યો હતો. અને લોખંડની પાઇપથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. પરેશ અને રાહુલ રાજપૂત તથા સુરેશ રાજપૂતે હુમલો કર્યા હતો.

જ્યારે સામા પક્ષે સુરેશ રમેશભાઇ રાજપૂતે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રિક્ષા ચલાવવા બાબતે તકરાર થતા શૈલેષ રાજપૂત અને સંજયે લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. તથા છૂટ્ટા પથ્થરો મારી ઇજા પહોચાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments