વડોદરા : છેલ્લા 72 દિવસથી બંધ ખંડેરાવ માર્કેટ શરૂ કરવાની વેપારીઓની માંગ,

0
0

અનલોક 1માં વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટને ખુલ્લું કરવાની છૂટછાટ ન અપાતાં કફોડી સ્થિતિમાં મુકાયેલા કાછીયા સમાજના લોકોએ માર્કેટ શરૂ કરવા કરી છે માંગ.

કોવિડ 19ને લઈ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 માં તારીખ 8 મી જૂન થી કેટલીક છૂટછાટ સાથે ધંધા રોજગાર શરૂ કરવા લોકડાઉન માંથી મુક્તિ આપી છે. જોકે,લોકડાઉનને આજે 85 દિવસ થઈ ગયા છે તેમ છતાં વડોદરા શહેરના સૌથી મોટા એવા ખંડેરાવ માર્કેટને શરૂ કરવામાં નહીં આવતા કાછીયા સમાજના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સમાજના લોકો વર્ષોથી માર્કેટમાં શાકભાજી અને ફ્રૂટનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લાં 85 દિવસથી માર્કેટ બંધ રહેતા આ કાછીયા સમાજના લોકોને જીવન નિર્વાહ કરવા મુશ્કેલી વેઠવી પડી રહી છે.

બીજી તરફ અનલોક 1 માં નવી ગાઈડ લાઈન મુજબ 8 મી જૂનથી ધાર્મિક સ્થળો,વેપાર ,ધંધા ઉદ્યોગો ને શરૂ કરવા જણાવાયું છે. જોકે,તેમાં ખંડેરાવ માર્કેટમાં ભીડભાડ થતી હોવાને કારણે માર્કેટ ને શરૂ કરવા દેવામાં નહીં આવે હોવાનું જણાવતા માર્કેટમાં વેપાર કરી ગુજરાન ચલાવતા શાકભાજી અને ફ્રુટના વેપારીઓની દૈનિય પરિસ્થિતિ સર્જાઈ છે.

આજે કાછીયા સમાજના લોકોએ એકત્ર થઈ કોવિડ 19 ના જરૂરી નિયમોને ખાસ ધ્યાને લઇ ખંડેરાવ માર્કેટ પુનઃ શરૂ કરવા માંગ કરી હતી અને આ બાબતે ધારાસભ્ય અને મંત્રી ને આવેદનપત્ર પણ આપવામાં આવશે અને તેમ છતાં પણ માર્કેટ શરૂ કરવામાં નહીં આવેતો સ્વૈચ્છિક રીતે માર્કેટ શરૂ કરવામાં આવશે હોવાની ચીમકી કાછીયા સમાજના અગ્રણી નીતિન પટેલે ઉચ્ચારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here