Monday, September 20, 2021
Homeવડોદરા : પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા અગાસી પર પહોંચ્યા
Array

વડોદરા : પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા અગાસી પર પહોંચ્યા

ઉત્તરાયણના બે દિવસ પવને રંગ રાખતા પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા અગાસી પર પહોંચી ગયા છે અને કોઇપો છેની ગૂંજો સંભળાઇ રહી છે.

ઉત્તરાયણે દાન કરવાનો મહિમા હોવાથી લોકોએ દાન કર્યું હતું

ઉત્તરાયણે દાન કરવાનો મહિમા હોવાથી લોકોએ દાન કર્યું હતું

સવારે અને સાંજે પવન ફૂંકાતા પતંગ રસિયાઓ પતંગ ચગાવાની મજા આવશે વેધર એકસપર્ટ અંકિત પટેલે જણાવ્યું હતું કે 14 જાન્યુઆરી ઉતરાયણે સવારે અને સાંજે પવન ફૂંકાતા પતંગ રસિયાઓ પતંગ ચગાવાની મજા આવશે,પવનની ગતિ સવારે અને સાંજ દરમિયાન સામાન્ય જ્યારે બપોરે સામાન્યથી ઓછી રહેશે. દિવસ દરમિયાન પવનની દિશા પૂર્વ અને ઉત્તર એમ બદલાતી રહેશે. પરંતુ 15 જાન્યુઆરીના દિવસે પવન ની ગતિ સામાન્ય કરતા પણ ઓછી નોંધાતા પવન પતંગ રસિયાઓને નિરાશ કરી શકે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments