- Advertisement -
વડોદરા: વડોદરા મહાનગરાલિકા દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ અને સેફ બનાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. જેમાં વડોદરામાં ચાલતી ચાની કિટલીઓ અને ખાણીપીણીની લારીઓ ધરાવતા લોકોને સ્વચ્છતા જાળવવા માટે પાલિકાએ તાકીદ કરી છે. જેના માટે પાલિકા દ્વારા ખાસ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લારી અને ગલ્લા ઘારકોને એક કિટ આપવામાં આવી છે. જે કિટ પહેરવી ફરજીયાત બનાવવામાં આવી છે.
એપરોન, ટોપી અને હેન્ડ ગ્લોઝની કિટ અપાય છે
વડોદરા શહેરના લારી-ગલ્લાના ધારકોને પાલિકા દ્વારા એપરોન, ટોપી અને હેન્ડ ગ્લોઝની કિટ આપવામાં આવી રહી છે. જેને કારણે ગ્રાહકોને તેઓ સેફ ફૂડ મળી રહે અને રોગચાળાથી લોકોને બચાવી શકાય. ચાની કિટલી અને નાસ્તાની લારી ધરવાતા લોકોને આ કિટ ફરજીયાત પહેરવી પડશે.