Wednesday, January 19, 2022
Homeગુજરાતવડોદરા : કોરોના સંક્રમિત ભાજપના MLA યોગેશ પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ

વડોદરા : કોરોના સંક્રમિત ભાજપના MLA યોગેશ પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ

કોરોના સંક્રમિત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યોગેશ પટેલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, યોગેશ પટેલની તબિયત સારી છે, પરંતુ, ઘર કરતા હોસ્પિટલમાં આરામ વધુ મળે એટલા માટે જ દાખલ કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 862 કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં ગઇકાલે 10770 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 862 કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાનો પોઝિટિવિટી રેટ વધીને 8.2 ટકા થઇ ગયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 76,377 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 231 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 73,003 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

 

 

2454 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે

વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 2711 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 2454 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 157 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 8 દર્દીઓ વેન્ટિલેટર પર, 18 દર્દીઓ આઇસીયુમાં અને 62 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 2984 દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા

વડોદરા શહેર અને જિલ્લામાં બુધવારે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી,સુદામાપુરી, ફતેપુરા,રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયા કોરોનાના નવા કેસો નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ

વડોદરામાં બુધવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 177, પશ્ચિમ ઝોનમાં 203, ઉત્તર ઝોનમાં 211 અને દક્ષિણ ઝોનમાં 185 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 86 કેસ નોંધાયા હતા.

રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર ટેસ્ટિંગ થતું નથી

વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના 50 હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે, બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ, ત્રીજી શરૂ થયા બાદ હજી રેલવે સ્ટેશન- અને એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની 1200 બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular