વડોદરા : સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને નાસ્તો આપવા સ્વજનોની લાઇનો લાગી

0
2

કોરોના મહામારી વચ્ચે વડોદરા શહેરમાં હવે હવે જ્યાં જાઓ ત્યાં લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે પણ આજે સવારે દર્દીઓના પરિવારજનો અને સંબંધીઓની લાંબી કતારો લાગી હતી. સયાજી હોસ્પિટલમાં ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ જણાવ્યું હતું કે, મારા પિતા સાજા થઈને વહેલી તકે ઘરે આવી જાય તેવી, ભગવાનને પ્રાર્થના કરું છું. પિતા અને પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરુ થતાં નવા વર્ષની ઉજવણી પણ કરી નથી.

ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ
ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતની સૌથી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ, હાલ 796 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવે નવા બેડ ઉભા કરવા શક્ય નથી. તેજ રીતે ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે. આ હોસ્પિટલોમાં હવે નવા દર્દીઓ આવી રહ્યા નથી. હવે આ હોસ્પિટલમાથી સાજા થઇને દર્દીઓ જઇ રહ્યાં છે. અથવા તો મૃતદેહો જઇ નીકળી રહ્યા છે.

વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે લાઇનો લાગે છે
વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે લાઇનો લાગે છે

ચા, નાસ્તો આપવા માટે પણ દર્દીના સંબંધીઓની લાંબી કતારો લાગી
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કુટુંબીજનો આજે વહેલી સવારથી જ પોતાના પરિવારના સભ્યને ઘરની ચા, કોફી નાસ્તો સહિત વિવિધ ચિજવસ્તુઓ પહોંચાડવા માટે આવી પહોંચ્યા હતા. ચા, નાસ્તો આપવા માટે પણ દર્દીના સંબંધીઓની લાંબી કતારો લાગી ગઇ હતી.

પિતા કોરના મુક્ત થઇને વહેલી તકે ઘરે આવે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું.
સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા પિતાને ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ વધુમાં જણાવ્યું હતું કે, 10 દિવસથી મારા પિતા કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યો છે. સારવાર લઈ રહેલા પિતાની તબિયત કેવી છે તે અંગે ચોક્કસ ખબર નથી, પરંતુ, ફોન ઉપર થતી વાતચીત મુજબ તેની તબિયત સુધારા ઉપર હોવાનું જણાઈ રહ્યું છે. હવે મારા પિતા કોરના મુક્ત થઇને વહેલી તકે ઘરે આવે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે
ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે

પિતાને કોરોના થતાં આખો પરિવાર ચિંતામાં છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ તો અમારા માટે ભગવાન હોસ્પિટલના ડોકટર અને સ્ટાફ જ છે. પિતાને કોરોના થતાં આખો પરિવાર ચિંતામાં છે. ઘરના ચાર સભ્યો હોમ કોરોન્ટાઇન છે. હું અલગ રહેતો હોવાથી કોરોના મુક્ત છું અને બધાની સેવા કરી રહ્યો છું. પરિવાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરૂ થતાં અમારા નવા વર્ષની ઉજવણી પણ કરી નથી.

કેસો વધતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો
વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોના પગલે તંત્ર દ્વારા પણ નવા બેડ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. વડોદરામાં કેસો વધતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પરિવાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરૂ થતાં અમારા નવા વર્ષની પણ કરી નથી
પરિવાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરૂ થતાં અમારા નવા વર્ષની ઉજવણી પણ કરી નથી

ગામડાઓમાં પણ હવે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે
છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી કોરોના વડોદરાના સીમાડા ઓળંગીને ગામડાઓ તરફ જતાં, ગામડાઓમાં પણ હવે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તાલુકા મથકો ઉપર આવેલી નાની-મોટી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના ગંભીર દર્દીને જ વડોદરા ખાતે સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here