વડોદરા LIVE : વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 5363 ઉપર પહોંચ્યો, 4120 દર્દી રિકવર થયા

0
0

વડોદરા. વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી કોરોના વાઈરસના રોજ 100થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે.

મૃતકની ઉંમર અને વિસ્તારનું નામ
-માંડવી વિસ્તારની ઘળીયાળી પોળના 65 વર્ષીય પુરૂષનું મોત
-ડભોઇના 62 વર્ષીય પુરૂષનું મોત
-બોડેલીના 74 વર્ષીય પુરૂષનું મોત

વડોદરામાં કેસની કુલ સંખ્યા 5363 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 5363 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 103 થયો છે. અત્યાર સુધીમાં કુલ 4120 દર્દી રિકવર થયા છે. હાલ 1140 એક્ટિવ કેસ છે, જે પૈકી 156 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 926 દર્દીની હાલત સ્થિર છે.

શહેરના આ વિસ્તારોમાંથી શુક્રવારે કેસ નોંધાયા
અકોટા, ઓલ્ડ પાદરા રોડ, વાસણા, કારેલીબાગ, નિઝામપુરા, મુજમહુડા, આજવા રોડ, વાઘોડિયા રોડ, માંજલપુર, સમા, ગોરવા, ઇલોરાપાર્ક, છાણી, ફતેપુરા, અલકાપુરી, અટલાદરા, મકરપુરા, તાંદલજા, દંતેશ્વર, ગોત્રી, યાકુતપુરા, જેતલપુર

ગ્રામ્યના આ વિસ્તારમાંથી શુક્રવારે કેસ સામે આવ્યા
ડભોઇ, પાદરા, કરખડી, ભાયલી, પોર, રણોલી, સાંકરદા, વરણામા, શેરખી, વલણ, કરજણ
અન્યઃ-અમદાવાદ , પેટલાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here