વડોદરા : મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

0
7

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી હતી.

કેસનો કુલ આંક 26,441 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 26,441 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 246 પર સ્થિર રહ્યો છે. બુધવારે વધુ 83 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કર્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 25420 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 775 એક્ટિવ કેસ પૈકી 112 દર્દી ઓક્સિજન ઉપર અને 61 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 602 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7988 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 26441 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3948, પશ્ચિમ ઝોનમાં 4422, ઉત્તર ઝોનમાં 5199, દક્ષિણ ઝોનમાં 4848, વડોદરા ગ્રામ્યમાં 7988 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ કિશનવાડી, રામદેવનગર, વારસીયા, કારેલીબાગ, નવાપુરા, સમા, એકતાનગર, ચાણ‘યપુરી, રંગમહલ, ગાજરાવાડી, કપુરાઇ, સોમા તળાવ, વાઘોડીયા રોડ, માંજલપુર, લાલબાગ, દરબાર ચોકડી, ચોખંડી, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાદંલજા, અટલાદરા, ગોત્રી રોડ, સુભાનપુરા.
ગ્રામ્ય: અનગઢ, આંતી, ખાનપુર, ઉંડેરા, પાદરા(અર્બન), ગુંતાલ, ગવાસદ, ડભોઇ, કરજણ(અર્બન).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here