વડોદરાઃ શહેર ભાજપા દ્વારા સંગઠન પર્વ-2019 નિમીત્તે યોજાયેલ સદસ્યતા અભિયાન કાર્યક્રમનું છાણી ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટનું સૂકામેવા તુલા કરવામાં આવી હતી. તુલા કરવામાં આવેલ 200 કિલો સૂકોમેવો ગૌરીવ્રતમાં ગરબી પરિવારોની કુમારીકાઓમાં વિતરણ કરવામાં આવશે.
ક્રિકેટરો, ડોક્ટરો, વકીલો વગેરે જોડાયા
જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમેત્તે આયોજીત સદસ્યતા અભિયાન કાર્યક્રમ બાદ યોજાયેલા સુકામેવાતુલામાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી સાંસદનું 176 કિલો સૂકામેવાથી વજન કરવામાં આવ્યું હતું. ભાજપા દ્વારા તુલા કરવામાં આવેલ 176 કિલો સૂકોમેવો મળી કુલ્લે 200 કિલો ઉપરાંત સુકોમેવો આગામી શરૂ થઇ રહેલા ગૌરીવ્રતમાં ગરબી પરિવારોની કુમારીકાઓમાં વિતરણ કરવામાં આવશે.
સદસ્યતા અભિયાનને આગળ ધપશે
સદસ્યતા અભિયાનમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અતુલ બેદાડે, બી.સી.એ.ના અગ્રણી સ્નેહલ પરીખ, ઉપરાંત વિવિધ સ્ટોટ્સમેનો, આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોએ ભાજપાનો ખેસ પહેર્યો હતો. શહેર યુવા ભાજપા દ્વારા હવે સદસ્યતા અભિયાનને આગળ ધપાવશે.