વડોદરા : સોસાયટીમાં 15થી વધુ કેસો , જેમાં 3 વૃદ્ધોનાં મોત નિપજતાં ફફડાટ

0
2

તરસાલીની કપિલેશ્વર સોસાયટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. સોસાયટીમાં 15થી વધુ કેસો હોવાનું સપાટી પર આવ્યું છે, જેમાંથી 3 વૃદ્ધોનાં મોત નિપજતાં રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સોસાયટી દ્વારા બહારના વ્યક્તિઓની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

શહેરમાં કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે તરસાલીની કપિલેશ્વર સોસાયટીમાં 15 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 4 લોકોને સારવાર માટે ખસેડાયા છે. કપિલેશ્વર સોસાયટીના પ્રમુખ જી.કે. ભરવાડના જણાવ્યા અનુસાર હાલમાં સોસાયટીના 15 જેટલા રહીશો કોરોનાના સંક્રમણમાં સપડાયા છે, જેમાંથી 72 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પરિવારના 3 સભ્યો પણ સંક્રમિત થયા છે. તે સિવાય 68 વર્ષના વૃદ્ધ અને 62 વર્ષના વૃદ્ધનું પણ મોત નીપજ્યું હતું. જેઓ કોરોના પોઝિટિવ હતા.

મૃતક પૈકીના 2 વૃદ્ધે ગત 10મી તારીખે જ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. સોસાયટીમાં સંક્રમણ વધતાં બહારના લોકોને સોસાયટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.એક સાથે 15 કેસ આવ્યા બાદ સોસાયટીમાં અવરજવર બંધ થઇ જતાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે. દિવસે પણ સોસાયટીમાં સન્નાટો વ્યાપેલો રહે છે.

બીજી તરફ નજીકમાં આવેલા ગોવિંદ નગરમાં પણ 7થી વધુ લોકો કોરોના પોઝિટિવ હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વધતા જતાં સંક્રમણને લઇને આ વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here