Wednesday, September 29, 2021
Homeવડોદરા : MSU.ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું : હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે...
Array

વડોદરા : MSU.ના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું : હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લે તેવું ડિવાઈસ

એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં મિકેનિકલ વિભાગના ત્રણ વિદ્યાર્થી સમકિંત કોઠારી, કિશન પરમાર અને જય પંચાલે કાર્બન ડાયોક્સાઈડ હવામાંથી શોષી લે તેવું આર્ટીફિશિયલ કાર્બન કેપ્ચર ડિવાઈસ એક વર્ષમાં તૈયાર કર્યું છે. જેને યુનિ.માં આયોજિત સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થી સમકિંતે કહ્યું કે, વર્ષોથી આપણે કાર્બન ડાયોક્સાઈડ પૃથ્વી પર છોડતા આવ્યા છે જેનાથી હવે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો સામનો કરવાની નોબત સર્જાઈ છે. તેની સામે રક્ષણ મેળવવા વૃક્ષો ઉગાડીએ છીએ પરંતુ તેના માટે પણ પૂરતી જગ્યા નથી એટલે અમે છેલ્લા વર્ષના પ્રોજેક્ટમાં કાર્બનને શોષી લે તેવું ડિવાઈસ તૈયાર કર્યું હતું. જેમાં ચીમની જેવી ડિઝાઈનનું સેટઅપ તૈયાર કર્યું જેની અંદર સ્પંજ જેવું ‘સોરબન્ટ’ એક પ્રકારનું કેમિકલ સબસ્ટન્સ હોય છે તે અંદર મૂક્યું હતું.

જેને ઘરમાં કે ફેક્ટરીમાં મૂકીને કાર્બન ડાયોક્સાઈડ શોષી શકાય છે. આ સાથે બીજા પ્રકારનું સેટઅપ પણ તૈયાર કરેલું જેમાં કાર્બન ભેગું થયેલું સોરબન્ટ મૂકીને પાણીનો છંટકાવ કરવામાં આવે છે ત્યારબાદ વેક્યુમની મદદથી કાર્બન બહાર કાઢી એક બોટલમાં ભરી શકાય. આ એકઠા થયેલા કાર્બનનો ઉપયોગ રોડ બનાવવામાં, સોફ્ટ ડ્રીંકમાં આથો લાવવામાં અને બાયોફ્યુઅલ બનાવવામાં થાય છે. વિદેશમાં તો ખાસ મોટી ઈન્ડસ્ટ્રીઓ માટે કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે એમ.એસ.યુનિ.ની ધ ઓફિસ ઓફ કરિયર એડવાન્સમેન્ટ ફોર સ્ટૂડન્ટ અને ઈન્સ્ટિટયૂટ ઓફ ક્લાઈમેન્ટ ચેન્જ રિસર્ચ દ્વારા ભવિષ્યમાં ટકાઉ વિકાસ માટેના પડકારો અને ઈનોવેશનની સ્પર્ધાનું આયોજન તા.૧૧મેના રોજ કરવામાં આવ્યું હતું જેમાં દેશભરની યુનિ.ના ૧૦૯ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમાંથી ૨૦ ટીમની પસંદગી કરાઈ હતી જેમાં યુનિ.ની બે અને પંજાબ યુનિ.ની એક ટીમ વિજેતા થઈ છે.

બેટરી અને પેટ્રોલથી ચાલતી હાઈબ્રિડ બાઈક

ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થી પ્રથમેશ જાધવ, પરીન શાહ, ભાવિક પટેલ, મીત પટેલ અને યશ પટેલે સામાન્ય બાઈકને બદલાવી બેટરી અને પેટ્રોલથી ચાલતી હાઈબ્રિડ બાઈક તૈયાર કરી છે, જેને સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું છે. બાઈક વિશે વિદ્યાર્થીઓએ કહ્યું કે પ્રદૂષણની સાથે પેટ્રોલની કિંમત પણ વધી રહી છે, જેની સામે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનનો વિકલ્પ છે પરંતુ તેની કિંમત વધુ હોવાની સાથે ચાર્જિંગના સ્ટેશનો ઓછા છે એટલે અમે બેટરી અને પેટ્રોલ બંનેનો વિકલ્પ આપતું વાહન તૈયાર કર્યું છે. જેનું ૧૦૦કિમી ચલાવીને ટેસ્ટિંગ પણ કર્યું છે. હવે બેટરી જલ્દી ચાર્જ થાય તેમજ પેટ્રોલ અને ઈલેક્ટ્રિક બંનેનું એક્સિલેટર એક જ રાખી શકાય તેના ઉપર કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments