વડોદરા : નવી પદ્ઘતિથી સારવાર : કોકટેઇલ ઇન્જેક્શનથી 5 કલાકમાં દર્દીનો ઓક્સિજન 93થી 97 થયો

0
5

કોરોનાના માઇલ્ડથી મોડરેટ દર્દીઓની સારવાર માટે વપરાતા અને 70 ટકા સુધી મૃત્યુની શક્યતા ઘટાડતા બે ડ્રગના ( ઇનોડોવિમેબ અને કાસિરિવિમેબ) 14 કોકટેઇલ ઇન્જેકશનનો જથ્થો વડોદરા ખાતે આવ્યો હતો. આ પૈકી એક ઇન્જેકશન શુક્રવારે સવારે 10.15 કલાકની આસપાસ અમન હોસ્પિટલ ખાતે એક દર્દીને આપવામાં આવ્યું હતું.

આ ઇન્જકશનો વડોદરાની ભાઇલાલ અમીન, ટ્રાયકલર અને ખન્ના હોસ્પિટલને અપાયા છે. માંજલપુરની એક હોસ્પિટલમાં શનિવારે અપાશે. સ્વિત્ઝર્લેન્ડની રોશ કંપનીના આ ઇન્જેકશનનો સીધો કંપનીમાંથી જ ગુજરાતમાં 84 વાઇલનો જથ્થો આવ્યો હતો. વડોદરા ઉપરાંત સુરત, રાજકોટ, જામનગર, અમદાવાદમાં પણ આ ઇન્જેકશન આવ્યાં છે. કેટલાક મહિના અગાઉ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના થતા આ કોકટેઇલ ઇન્જેકશન્સ અપાયા હતા. 120 મિલિની આ વાયલ બે દર્દીઓને આપી શકાય છે. આગામી દિવસોમાં વડોદરામાં ઉપલબ્ધ જથ્થામાંથી 28 કોરોના દર્દીઓની સારવાર કરાશે. રૂ.1,19,500નું આ ઇન્જેકશન હોસ્પિટલોએ કેટલાક દિવસો અગાઉ ઓર્ડર આપીને મંગાવ્યું હતું.

સિપલાના વડોદરાના ડિસ્ટ્રિબ્યુટર જિતેન્દ્ર કચ્છીએ જણાવ્યું કે, ‘શહેરની ખન્ના હોસ્પિટલ દ્વારા 54 વર્ષીય મહિલા દર્દીને ઇન્જેકશન અપાયું હતું. હોસ્પિટલના ડો. મલ્લિકા ખન્નાએ જણાવ્યું કે, ‘દર્દી ડાયાબિટિક હતા અને ઓક્સિજન લેવલ 93ની આસપાસ હતું તેમને આ ઇન્જેકશન અપાતા 5 કલાકમાં ે ઓક્સિજન લેવલ 97 થયું હતું.

ગાયનેક તબીબ સહિત 71 મોત, નવા 464 કેસ, 881ને ડિસ્ચાર્જ

 શહેરમાં શુક્રવારે કોરોનાના 464 નવા કેસો નોંધાયા હતા. આ સાથે પોઝિટિવ દર્દીનો આંક 67,828 થયો છે. હવે હોસ્પિટલોમાં ત્રીજા ભાગની બેડ પર જ કોરોના દર્દીઓ બાકી રહ્યાં છે. કુલ 11,677 બેડમાંથી 3878 બેડ પર (33 ટકા) બેડ પર જ દર્દી છે. કેટલીક જાણીતી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ પર દર્દીઓ હજી પણ મોટી સંખ્યામાં છે.શુક્રવારે કોવિડ પ્રોટોકોલથી ગાયનેક તબીબ ડો. નિતિન શાહ સહિત 71ની અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલથી કરાઇહતી. જ્યારે કોરોનાને લીધે સત્તાવાર 3 દર્દીના મોત નિપજ્યાં હતા. ડો. નિતિન શાહે કોવિશિલ્ડના બે ડોઝ લઇ લીધા હતા. બીજો ડોઝ બે મહિના અગાઉ લીધો હતો. જોકે છેલ્લા એક મહિનાથી તેઓ કોરોનાની સારવાર હેઠળ હતા. બીજી તરફ શુક્રવારે 881 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here