Saturday, September 18, 2021
Homeવડોદરા : કોર્પોરેશન વેમાલીમાં નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
Array

વડોદરા : કોર્પોરેશન વેમાલીમાં નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઉટ ગ્રોથ વિસ્તારો તથા અમુક ગામોનો સમાવેશ કરવામાં આવતા ગટર લાઈન ઉપર ભારણ વધતા રૂપિયા 33.40 કરોડના ખર્ચે વેમાલીમાં 13 એમ એલ.ડી કેપેસિટીનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. વડોદરા કોર્પોરેશનના ડ્રેનેજ ઝોન-૩માં સમા કેનાલ પછીનો સમા તેમજ વેમાલી વિસ્તાર આવે છે .આ વિસ્તારમાં રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ છે અને હજી બંધાઈ રહ્યા છે. સમા વેમાલી ખાતે હાલ 2 એમએલડી કેપેસિટીના ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં આ નવો પ્લાન્ટ બનાવાશે. આ કામગીરીના સલાહકારે 13 એમ એલ ડી કેપેસિટીના નવા પ્લાન્ટનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ સાથેનો ખર્ચનો અંદાજ બનાવ્યો છે.

આ વિસ્તારમાં ગટરના પાણીનો ફ્લો જોતાં તેના શુદ્ધિકરણની ઘટને ધ્યાનમાં રાખીને નવો પ્લાન્ટ બનાવવો આવશ્યક છે .જે અંદાજે તૈયાર કર્યો છે તે 33.30કરોડનો છે અને તેમાં નવી પ્રેશર લાઇન નાંખવાની કામગીરી નો પણ સમાવેશ થાય છે .કોન્ટ્રાક્ટરનું ટેન્ડર 33.70 કરોડનું આવતા અંદાજ કરતાં 2.69 ટકા વધુ હોવાથી તેમાં ભાવ ઘટાડો કરવાનું કહેતા 1.42 ટકા ઘટાડો કર્યા બાદ 1.76 ટકા વધુ ભાવ નું 33.40 કરોડનું ટેન્ડર મંજૂર કરવા સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે .જોકે કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ ઉપ નેતાએ આ ટેન્ડર ફરીથી મંગાવવાની માગણી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments