વડોદરા : નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી સાયન્ટીસ્ટ યુવતીની હાલત લથડ્યા બાદ મોત

0
10

વડોદરા. શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી સાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડી હતી. દરમિયાન યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનું આજે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. 1 જુનના રોજ યુવતીને નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.

પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપી હતી
આ બનાવની વિગત એવી છે કે, આજવા રોડ ઉપર સાહસ પાર્ક સોસાયટીમાં રહેતા  પ્રદિપસિંહ રાવત એમ.આર. તરીકે કામ કરે છે. ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહેલી તેમની દીકરી આકાંક્ષા શાહ લોકડાઉનના કારણે વડોદરા આવી હતી. તેને બેક સાઇડમાં ગુમડું થયું હતું. આથી તેના પિતા તેને 1જુનના રોજ  વારસીયા રીંગ રોડ ઉપર આવેલી ઓર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડો. શ્વેતા શાહે પ્રાથમિક તપાસ કરીને યુવતીના પિતાને જણાવ્યું હતું કે, ગુમડામાં પશ થઇ ગયું છે. નાની સર્જરી કરીને પશ કાઢવું પડશે. પિતાએ સર્જરી કરવાની મંજૂરી આપવા સાથે જણાવ્યું કે, દીકરીને બેભાન કર્યા વિના સર્જરી કરવા સુચન કર્યું હતું. પરંતુ, ડોક્ટરે કહ્યું કે, બેભાન કર્યા વિના સર્જરી શક્ય નથી.

એનેસ્થેસીયા આપતાની સાથે જ તબિયત લથડી

દરમિયાન, આકાંક્ષાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા હતા. અને ઓપરેશન પૂર્વે તેને એનેસ્થેસીયા આપીને ઓપરેશન કરવાની તૈયારી કરી હતી. પરંતુ, એનેસ્થેસીયા આપતાની સાથે જ આકાંક્ષાના ધબકારા વધી જતાં અને શ્વાચ્છોસ્વાસમાં તકલિફ થતાં તુરત જ તેણે નજીકમાં આવેલી બેંકર્સ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર આપ્યા બાદ  ફતેગંજ નરહરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું આજે મોત નિપજ્યું હતું.

સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી

જે તે દિવસે પરિવારજનોએ નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે આકાંક્ષાનો જીવ જોખમમાં મુકાઇ ગયો હોવનો આક્ષેપ મુકી હોબાળો મચાવ્યો હતો. પોલીસને જાણ કરતાં વારસીયા પોલીસ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આજે યુવતીનું મોત થતાં વારસીયા પોલીસ પહોંચી ગઈ હતી. અને લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here