વડોદરા : નિશિતા રાજપૂત 34500 છોકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયા ફી ભરવામાં મદદ થઇ

0
10

છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખ્યો પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે 34500 છોકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયા ફી ભરવામાં મદદ થઇ છે.

1 કરોડ દીકરીની ફી ભરવાનો લક્ષ્યાંક
સામાજીક કાર્યકર નિશિતા રજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીમાં 55 લાખ ફી ભરવામાં મદદ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં શહેરની સામાજીક કાર્યકર્તા નિશિતા રજપૂત મધ્યમ અને ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓની વ્હારે આવી છે. આ વર્ષે પણ 10 હજારથી વધુ દીકરીઓની 1 કરોડ જેટલી ફી ભરવાનો લક્ષ્યાંક છે. નિશિતાએ જણાવ્યું હતું કે દાતાઓ રૂ.1000નો એકાઉન્ટ પેઇ ચેક મેળવીને સ્કૂલમાં જમા કરાવું છું. જે દાતાઓ ચેક આપે છે તેમને વિદ્યાર્થીઓના ફોટો, રિઝલ્ટની ઝેરોક્ષ, તેના માતાપિતાની વિગત, ચેકની ઝેરોક્ષ સંપૂર્ણ માહિતી પહોંચતી કરવામાં આવે છે. જેથી દાતાને ખ્યાલ આવે કે તેઓ કઇ દિકરીને ભણાવે છેે.

ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોન આપ્યા
હાલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને નવા મોબાઇલ ફોન પણ અપાયા હતાં તથા વિદ્યાર્થીનીઓના બેન્કના ખાતામાં 5 હજારની ફીકસ ડિપોઝીટ પણ મૂકવામાં આવી હતી. તેમના દ્વારા વુમન એમ્પારમેન્ટ માટે બહેનોને રોજગારી પુર પાડવામાં આવે છે. ચાર વર્ષથી પાછલી ઉંમરે સાથી વિહોણું જીવન જીવતા એકલવાયા વૃધ્ધોને નિ:શુલ્ક ટિફિન સેવા પૂરી પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here