વડોદરા : માંજલપુરમાં પિસ્તોલ અને 15 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

0
19

માંજલપુર પોલીસે દેશી બનાવટના તમંચા અને જીવતા કારતુસ સાથે એક પરપ્રાંતિય યુવાનને દબોચી લીધો હતો. પોલીસે દેશી તમંચો અને કારતુસો કબજે લઈ પોલીસે આર્મ્સ એકટ હેઠળ મોહીત ઉર્ફે ટીનુ પુરુષોત્તમ ગૌતમની ધરપકડ કરી હતી.

  • દેશી બનાવટના તમંચા અને જીવતા કારતુસ સાથે એક યુવાનની ધરપકડ
  • માંજલપુર પોલીસે બાતમીના આધારે કરી ધરપકડ
  • પોલીસે 15 જીવતા કારતૂસ અને પિસ્તોલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

મળતી વિગત મુજબ, માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ પસાર થવાનો છે.આથી પોલીસે વોચ ગોઠવી દરમિયાન વર્ણન મુજબનો શખ્સ પસાર થતા પોલીસે તેને આંતરી લીધો હતો. પોલીસે પુછપરછ કરતા અજાણ્યો શખ્સ મોહીત ઉર્ફે ટીનું પુરુષોત્તમ ગૌતમ રહે. આકાશગંગા સોસાયટી ન્યુ સમા રોડ, મુળ રહે મથુરા ઉત્તર પ્રદેશ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તલાશી લેતા દેશી બનાવટનો તમંચો અને જીવતા 15 કારતુસ મળી આવ્યા હતા. છેલ્લા સાત વર્ષથી વડોદરામાં રહેતો મોહીત ઉર્ફે ટીનું ગૌતમ દેશી બનાવટનો તમંચો કયાંથી લાવ્યો હતો ? તે અંગેની વિગતો જાણવા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here