વડોદરા : માત્ર સુરસાગર તળાવ હજુ પણ લોકો માટે બંધ, કોરોના ઉપરાંત સુરક્ષા અને સફાઇ સહિતના પ્રશ્નોને કારણે વિલંબ

0
8

કોર્પોરેશન દ્વારા કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલા બાગ-બગીચા અને સુરસાગર તળાવ પૈકી એક માત્ર સુરસાગર તળાવ હજુ પણ લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે. સુરસાગરમાં સહેલગાહે આવતા નાગરિકો દ્વારા કોરોના બ્લાસ્ટ થવાની દહેશતથી કોર્પોરેશનના સત્તાધીશોએ નિર્ણય લઈ શકતા નથી.

આ સાથે આગામી શિવરાત્રીએ પણ સુરસાગર લોકો માટે ખુલ્લું મૂકવા કે નહીં તે અંગે નિર્ણય કરવામાં વિલંબ થઈ રહ્યો છે. શહેરના બાગ-બગીચા અને થિયેટર ખોલી નાખવામાં આવ્યા છે. ત્યારે સુરસાગર એક સપ્તાહ અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ સુરક્ષા અને સફાઇ સહિતના કેટલાક પ્રશ્નોને કારણે ખુલ્લુ મુકવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે બ્યુટીફીકેશન બાદ સુરસાગર સેલ્ફી પોઇન્ટ અને વોકિંગ ટ્રેક માટે ખૂબ લોકપ્રિય બન્યું હતું.

સફાઈ અને સુરક્ષાનો ગંભીર પ્રશ્ન

કોર્પોરેશનના સૂત્રો મુજબ સુરસાગર તળાળને સહેલાણીઓ માટે ફરી ખોલવા માટે સુરક્ષા અને સફાઈ બંને મુદ્દા સંવેદનશીલ છે. માછલીઓને ખવડાવવી આવતા લોકો ગંદકી ફેલાવી રહ્યા છે તેમજ કેટલાક સુરક્ષાના પણ અન્ય પ્રશ્નો ધ્યાને લેવાયા હતા.

તળાવને ખુલ્લંુ મૂકવા ત્રણ દિવસમાં નિર્ણય કરી તારીખ જાહેર કરીશું

સુરસાગર ખુલ્લું મૂકવું છે પરંતુ સ્વચ્છતા સાથે અન્ય પ્રશ્નો પણ છે. શિવરાત્રી વખતે લોકોની ભીડ વધી અને કોરોના સંક્રમણ વધે તો મુશ્કેલી સર્જાય તેથી હજુ ખુલ્લુ મુકાયું નથી પરંતુ આગામી ત્રણ દિવસમાં નિર્ણય કરી ક્યારે ખુલ્લુ મૂક્યું તે અંગે જાહેરાત કરીશું. :- પી. સ્વરૂપ , મ્યુનિસિપલ કમિશનર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here