Monday, October 18, 2021
Homeવડોદરા : હાલ 618 એક્ટિવ કેસ પૈકી 95 દર્દી ઓક્સિજન ઉપર અને...
Array

વડોદરા : હાલ 618 એક્ટિવ કેસ પૈકી 95 દર્દી ઓક્સિજન ઉપર અને 44 દર્દી વેન્ટિલેટર ઉપર

કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25577 પર પહોંચી ગયો છે. ગત રોજ કોરોનાને કારણે વધુ એક મોત નીપજતાં મૃત્યુઆંક 243 થયો છે. ગત રોજ વડોદરા શહેર જિલ્લામાં નવા 59 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 24716 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 618 એક્ટિવ કેસ પૈકી 95 દર્દી ઓક્સિજન ઉપર અને 44 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 479 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7829 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,577 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3796, પશ્ચિમ ઝોનમાં 4230, ઉત્તર ઝોનમાં 5013, દક્ષિણ ઝોનમાં 4673, વડોદરા ગ્રામ્યમાં 7829 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ જ્યુબીલીબાગ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, સુદામાપુરી, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, સમા
ગ્રામ્યઃસાવલી, કોયલી, બાજવા, કોલીયાદ, ટીંબી, ડભોઇ, વાઘોડીયા, પાદરા, પોર, ડેસર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments