Friday, September 17, 2021
Homeવડોદરા : સોફ્ટવેર ડેવલોપર થયેલી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
Array

વડોદરા : સોફ્ટવેર ડેવલોપર થયેલી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

‘તારો બિલ્ડર પિતા મકાન અને કાર નહીં અપાવે તો તને તલાક આપી દઈશ’ તેવી ધમકી આપી ત્રાસ ગુજારતા પતિ સાસુ, સસરા સહિત સાસરિયાંઓ સામે વડોદરાની સોફ્ટવેર ડેવલોપર થયેલી પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારો પતિ મારી જિંદગી બરબાદ કરીને ઓસ્ટ્રેલિયા ભાગી જવાની ફિરાકમાં છે. મારી જિંદગી બચાવી લો. આ સાથે પતિના ઓફિસમાં કામ કરતી મહિલા સહિત અન્ય સ્ત્રીઓ સાથે આડાસંબંધ અને દિયર છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

પતિ મધરાતે ઘરે આવતો હતો

મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે વડોદરાના રાવપુરા વિસ્તારમાં મુમતાજ બાનુ (નામ બદલ્યું છે) એ બીસીએ અને ડિપ્લોમા સોફ્ટવેર મેનેજમેન્ટ સુધીનો અભ્યાસ કરેલો છે. તેના લગ્ન 2019માં અમદાવાદ વટવામાં આવેલ સિલિકોન વેલીમાં રહેતા અને નેક્સા કટારિયા મારુતિના શોરૂમમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા અકીબખાન ઇનાયતખાન પઠાણ સાથે થયા હતા. લગ્નના છ દિવસ બાદ પતિએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પતિ મધરાતે ઘરે આવતો હતો. મોડા આવવાનું કારણ પુછતા જણાવતો હતો કે મારો જવાનો અને આવવાનો સમય આ જ રહેશે તને ફાવે તો રે, નહીં તો તલાક આપી દે. આ બાબતે સાસુ સસરાને જાણ કરતા તેઓએ પણ જણાવ્યું કે મારો પુત્ર આ રીતે રહેવા ટેવાયેલો છે તને ફાવે તો રે, નહીંતો તલાક આપીને ચાલી જા.

પિયર આવ્યા બાદ પતિના આડાસંબંધો અંગે જાણ થઈ (પ્રતિકાત્મક તસવીર.)

પિયર આવ્યા બાદ પતિના આડાસંબંધો અંગે જાણ થઈ

સાસરિયાંઓએ કહ્યું-અનેક યુવતીઓ સાથે સંબંધ છે અને રહેશે

મુમતાજબાનુએ ફરિયાદમાં એવો પણ પતિ સામે આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસરિયાંઓના ત્રાસથી વડોદરા આવી ત્યારે ખબર પડી હતી કે પતિને તેની ઓફિસમાં કામ કરતી અન્ય એક યુવતી સહિત અન્ય યુવતીઓ સાથે આડાસંબંધો છે. આ અંગે તેના પરિવારજનોને જણાવતા તેઓએ જણાવેલ કે અકીબખાનના અનેક યુવતીઓ સાથે સંબંધ છે અને રહેશે. પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે લોકડાઉન દરમિયાન પતિ ઘરના પાર્કિંગ નીચે બેસીને વીડિયોકોલથી તેની સ્ત્રી મિત્રો સાથે વાતો કરતો હતો. જેના વીડિયો અને ઓડીયો મારી પાસે છે.

તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા છતાં પણ ત્રાસ ગુજારતા હતા

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે લગ્ન સમયે મારા પરિવારે રૂપિયા 1.20 લાખની એફડી તેમજ સોના, ચાંદીના દાગીના કપડા ઘરવખરી સામાન સહિત વિવિધ ચિજવસ્તુઓ આપી છે. તેમ છતાં પતિ અને સાસરિયાંઓ તારા બિલ્ડર પિતાએ કશું આપ્યું નથી તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. લગ્નમાં જાનમાં 400 માણસ લાવવાને બદલે ત્રણ હજાર લોકોને લઈને આવ્યા હતા. પતિ તેમજ સાસરિયાંંઓની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા છતાં પણ ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કર્યો છે.

મહિલાને પતિ સહિત સાસરિયાંઓ ત્રાસ આપતા હતા (પ્રતિકાત્મક તસવીર)

મહિલાને પતિ સહિત સાસરિયાંઓ ત્રાસ આપતા હતા

દિયર જ્યારે ઘરે આવે ત્યારે હાથ પકડીને છેડતી કરતો

ફરિયાદમાં જણાવ્યું છે કે વડોદરા આવ્યા બાદ મારા પતિએ ફોન કરીને જણાવ્યું હતું કે તારો બિલ્ડર પિતા જો મને મકાન અને કાર અપાવી શકતો ન હોય તો મારે તારી સાથે જિંદગી પસાર કરવાનો કોઈ રસ નથી. તું મારી ઈચ્છા પૂર્ણ નહીં કરે તો હું તને તલાક આપી દઈશ. તેવી અવાર નવાર ધમકી આપતો હતો. મારા પતિની સાથે સાથે સાસુ, સસરા, જેઠ, કાકા સસરા, કાકી સાસુ તેમજ દિયર પણ ત્રાસ ગુજારતો હતો. દિયર જ્યારે ઘરે આવે ત્યારે હાથ પકડીને છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

પતિ સહિત સાત સામે ફરિયાદ નોંધાવી

છેલ્લા આઠ માસથી વડોદરા માતા પિતાના ઘરે રહેતી પરિણીતાને પતિ બોલાવતો ન હોય, આખરે તેને મહિલા પોલીસ મથકમાં પતિ અકીબખાન ઇનાયતખાન પઠાણ, સાસુ વહિદાબાનું, સસરા ઇનાયતખાન, જુહાપુરા અમદાવાદ રહેતા કાકા સસરા નાસીરખાન પઠાણ, કાકી સાસુ નાઝનીન, દિયર અર્ષિલખાન પઠાણ અને મહેસાણા ખાતે રહેતા જેઠ અક્રમ ખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે તમામ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments