વડોદરા – મામાના ઘરે જવા નીકળેલા ભાઈ-બહેનને પોલીસે માર મારી બાઈક ડિટેઈન કરી

0
0

પોલીસે માર માર્યાનો યુવતીએ આક્ષેપ કર્યો
પોલીસના જવાનોએ અપશબ્દો કહ્યાનો આક્ષેપ

મહિલાને પોલીસે માર માર્યા બાદ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હોવાનું જણાવ્યું હતું.

સી એન 24,

વડોદરા. બે માસ બાદ રેડઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં મુકાયેલા વિસ્તારમાંથી મામાના ઘરે જવા માટે નીકળેલા ભાઇ-બહેનને પોલીસે માર મારી મોટર સાઇકલ ડીટેઇન કરી લીધી હતી. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે અપશબ્દો બોલી મહિલા પોલીસની ગેરહાજરીમાં મને માર માર્યો હતો.

વિસ્તાર ઓરેન્જ ઝોનમાં મુકાતા નીકળ્યા હતા

નાગરાવાડા પટેલ ફળિયા પાસે બંદોબસ્તમાં ઉભેલી પોલીસે મામાના ઘરે જવા માટે નીકળેલી શ્રેયાંસી રાજપુત અને તેના ભાઇને માર માર્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. નાગરવાડા પટેલ ફળિયામાં રહેતી શ્રેયાંસી રાજપુતે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ વધી જતાં રેડઝોનમાં મુકાયો હતો. બે માસ બાદ અમારા વિસ્તારને મંગળવારે ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમારા વિસ્તારને ઓરેન્જ ઝોનમાં મુકાતા હું અને મારો ભાઇ  તેમજ મારી મમ્મી મામાના ઘરે જવા નીકળ્યા હતા. હું અને મારી મમ્મી મારા ભાઇ કરતા પહેલાં નીકળ્યા હતા. મારા ભાઇને બાઇકમાં પેટ્રોલ પુરાવાનું હોવાથી તે પાછળથી નીકળ્યો હતો.

પોલીસે માર માર્યાનો આક્ષેપ

મારો ભાઇ બાઇક લઇને નીકળતા જ અમારા વિસ્તારમાં બંદોબસ્તમાં ઉભેલી પોલીસે તેને રોક્યો હતો. અને બાઇક ડીટેઇન કરી લીધું હતું. આ અંગેની જાણ મારા ભાઇએ મને કરતા હું અને મારી મમ્મી સ્થળ પર પહોંચી ગયા હતા. અને પોલીસ પાસે ડીટેઇન કરેલી બાઇક માંગી હતી. પરંતુ, પોલીસે બાઇક આપવાને બદલે તમે ઘરેથી કેમ નીકળ્યા છો. તેવો સવાલ કરીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. અને ગુસ્સો કરવા લાગી હતી. પોલીસે અપશબ્દો બોલતા અને ગુસ્સે થતાં હું પણ ગુસ્સે થઇ હતી. આથી પોલીસે કહ્યું કે, વધારો બોલશો નહિં તો મારીશું. ત્યારે મેં કહ્યું કે લો મારો. તો પોલીસે મને અને મારા ભાઇને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હતી.

મહિલા પોલીસની ગેરહાજરીમાં માર મરાયો

શ્રેયાસી રાજપુતે જણાવ્યું હતું કે, ખોટી રીતે હેરાન કરનાર આ પોલીસ જવાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. બીજુ કે, આ પોલીસ જવાન સાથે મહિલા પોલીસ પણ ન હતી. આમ છતાં, તેણે મને માર માર્યો છે. ત્યારે આવી પોલીસ સામે મહિલાઓના રક્ષણની અપેક્ષા શું રાખી શકાય. આ પોલીસ જવાન સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here