Wednesday, September 22, 2021
Homeવડોદરા : વારસિયા પોલીસ સ્ટેશનના PSIએ સમય કાઢીને પ્લાઝમા ડોનેટ કર્યાં
Array

વડોદરા : વારસિયા પોલીસ સ્ટેશનના PSIએ સમય કાઢીને પ્લાઝમા ડોનેટ કર્યાં

પોલીસ તાલીમ શાળાના દીક્ષાંત સમારોહમાં પ્રત્યેક જવાનને રાષ્ટ્રની સાથે જન સેવાને સમર્પિત રહેવાના શપથ લેવડાવવામાં આવે છે. આ શપથને વફાદાર રહેવાનું ઉજ્જવળ ઉદાહરણ વારસિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અરુણ મિશ્રાએ પૂરું પાડ્યું છે. હાલમાં કોવિડ કટોકટીને પગલે વધી ગયેલા ફરજો સંબંધી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી પ્લાઝમા ડોનેટ કર્યાં હતા.

તબીબી પરામર્શ પ્રમાણે પ્લાઝમા દાનનો માનવતાસભર નિર્ણય કર્યો
નોંધનિય છે કે, જેમની કોવિડ સામેની રોગ પ્રતિકારક શક્તિ ખુબ વધારે હોય, એમના લોહીના રક્ત કણો એટલે કે બ્લડ પ્લાઝમા કોવિડ સંક્રમિત અને ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીને સાજા કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે. લેબ તપાસમાં તેમની કોવિડ પ્રતિકારક શક્તિ 18.60 જેટલી અત્યંત ઊંચી જણાતા તેમણે તબીબી પરામર્શ પ્રમાણે પ્લાઝમા દાનનો માનવતાસભર અને ખાખી વર્દીને દીપાવતો નિર્ણય લીધો હતો.

પ્લાઝમા ડોનેટ પછી તુરંત જ ફરજ પર જોડાયા
પ્લાઝમા ડોનેશન પછી દાતાને થોડોક આરામ લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, તેમણે તુરંત જ ફરજમાં જોડાઈ જવાનું પસંદ કર્યું હતું. અરુણ મિશ્રા કોવિડ કટોકટીની શરૂઆતથી એટલે કે 2020ના માર્ચ મહિનાથી જ સતત ફરજમાં વ્યસ્ત રહ્યાં છે. તેના ભાગરૂપે સતત સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગ સાથે કામ કરવાનું બન્યું છે. આ દરમિયાન તેમને એકાદવાર તાવ આવ્યો, પરંતુ, કુદરતી પ્રબળ રોગ પ્રતિકારક શક્તિને કારણે ખાસ પ્રભાવ પડ્યો નહીં.

કોઈનું જીવન બચાવવાથી મોટું માનવતાનું અન્ય કોઈ કામ ના હોઇ શકે
કોઈનું જીવન બચાવવાથી મોટું માનવતાનું અન્ય કોઈ કામ ના હોઇ શકે

રોજ સવારે લીંબુ મિશ્રિત ગરમ પાણીનું નિયમિત સેવન કરે છે
પીએસઆઇ અરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે, નિયમિત વ્યાયામ એટલે કે વર્ક આઉટની આદતને લીધે તેમના શરીરની ચુસ્તી અને સપ્રમાણતા જળવાઈ છે. તેઓ ઉનાળામાં પણ રોજ સવારે લીંબુ મિશ્રિત ગરમ પાણીનું નિયમિત સેવન કરે છે. આહાર વિહારના નિયમો એટલે કે, ભોજન ડાયટમાં ખુબ સંયમ પાળે છે. સંપૂર્ણ નિર્વ્યસની જીવન જીવે છે.

કોઈનું જીવન બચાવવાથી મોટું માનવતાનું અન્ય કોઈ કામ ના હોઇ શકે
તેમનું માનવું છે કે, આ બધાને પરિણામે જ તેમની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત ઉમદા કહી શકાય તેટલી, 18.45ના અંકથી પણ ઊંચી 18.60 જેટલી છે અને તેના પરિણામે જ કોરોનાગ્રસ્ત કોઈનું પણ જીવન બચે તેવા ઉમદા આશયથી તેમણે પ્લાઝમા દાન કર્યું છે. તેઓ માને છે કે, સંકટ પીડિત કોઈનું જીવન બચાવવાથી મોટું માનવતાનું અન્ય કોઈ કામ ના હોઇ શકે. અરુણ મિશ્રાએ તેમના જીવન રક્ષક પ્લાઝમા દાન દ્વારા પોલીસના ગણવેશમાં જન સેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાચા અર્થમાં સાકાર કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments