Friday, March 29, 2024
Homeકોરોના અપડેટવડોદરા છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા

વડોદરા છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા

- Advertisement -

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 9 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,663 પર પહોંચી ગઇ છે. વધુ 10 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,00,135 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 20 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે. હાલ શહેરમાં 36 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં અકોટા, બાપોદ, છાણી, દંતેશ્વર, ગાજરાવાડી, ગોત્રી, કપુરાઈ, નવીધરતી અને ઉંડેરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 2 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular