Saturday, September 18, 2021
Homeગુજરાતવડોદરા : રહીશોએ કાળાપાણીની સજાના વિરોધમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યું

વડોદરા : રહીશોએ કાળાપાણીની સજાના વિરોધમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યું

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી રાજપરાની પોળના રહીશોએ આજે કાળાપાણીની સજાના વિરોધમાં દેખાવો અને સૂત્રોચ્ચાર કરી ચોખ્ખું પાણી આપવાની માગણી કરી હતી.

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી રાજપરાની પોળમાં છેલ્લા એક મહિનાથી લોકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે જેને કારણે રોગચાળો પણ ફેલાયેલો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઓરમાયુ વર્તન કરી રહ્યું છે ગંદા પાણી અને ડ્રેનેજ ઊભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જેનો ભોગ લોકો બની રહ્યા છે રાજપરાની પોળમાં 10થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.

રાજપરાની પોળના રહીશોએ આજે સવારે કોર્પોરેશનની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા સ્થાનિક રહીશ ફારૂક સોની એ જણાવ્યું હતું કે કોર્પોરેશનના કમિશનરને કાળુ ગંદુ પાણી અને ડ્રેનેજ ઊભરાવવાની સમસ્યા અંગે ઈ-મેલ કરીને જાણ કરી છે છતાં પણ આ વિસ્તારમાં કોઈ અધિકારી કે કોર્પોરેટર ફરકયા નથી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક મહિનાથી આ વિસ્તારના લોકો કાળાપાણીની સજા ભોગવી રહ્યા છે. તંત્ર અને અવારનવાર જાણ કરીએ છીએ છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી આ વિસ્તારમાં ગંદા પાણી અને ડ્રેનેજ ઉઘરાવવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા છે કોર્પોરેશનની નિષ્કાળજીના ભોગે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments