વડોદરા : આંતરરાષ્ટ્રીય કેબ કરતા 50 ટકા ઓછા ભાડામાં ગુજરાતભરમાં રાઇડ કરાવે છે

0
2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપતા વડોદરા શહેરના યુવાને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સ્ટાર્ટઅપની શરુઆત કરી છે. કાર અને રીક્ષાચાલક પાસેથી રૂપિયા લીધા વગર વડોદરા શહેરના યુવાને એમટીઆર રાઈડ શરૂ કરી છે, જે સામાન્ય કેબ કરતા 50 ટકા ઓછા ભાડામાં રાઇડ કરાવે છે.

યુવાને એમટીઆર રાઇડ શરૂ કરી
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતા પ્લાસ્ટિક એન્જિનિયર વિરાજ જાધવે જણાવ્યું હતું કે, હું દુબઈમાં 9 વર્ષ મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. વર્ષ-2019ના ડિસેમ્બરમાં હું વડોદરા આવ્યો અને મેં વિચાર્યું કે મધ્યમ વર્ગના લોકો પોતાની ગાડીમાં ફરી શકે તે માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઝંપલાવવાનું વિચાર્યું અને મહાલક્ષ્મી ટ્રાન્સપોર્ટ રાઈડ એટલે કે એમ.ટી.આર. રાઈડની શરૂઆત કરી હતી.

3500 કાર અને રીક્ષા ચાલકો જોડાયેલા છે
હાલમાં અમારી સાથે વડોદરામાં 3500 કાર અને રીક્ષા ચાલકો જોડાયેલા છે અને દિલ્હી અને એન.સી.આર.માં બે હજાર કરતા વધારે કાર ચાલકો જોડાયા છે. હાલમાં ચાલકો પાસે રૂપિયા લીધા વિના કેબ શરૂ કરવામાં આવી છે. બહારની કંપનીઓ અનેક પ્રકારના ચાર્જ લે છે, જેના કારણે મધ્યમવર્ગના લોકો કેબમાં નથી ફરી શકતા.

50% ઓછા ભાવે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોકો રાઈડ કરી શકશે
આંતરરાષ્ટ્રીય કેબના ભાવ કરતા 50% ઓછા ભાવે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોકોને રાઈડ કરાવવામાં આવશે. 2025 સુધીમાં ભારતના દરેક નાનામાં નાના ગામડાંઓ પહોંચીને લોકોને કારની સફર કરાવવા માટે કંપની હાલમાં કાર્ય કરી રહી છે. કોરોનાને કારણે સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here