વડોદરા : સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવનાર બે આરોપીની ધરપકડ

0
22

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીનો ટીક્ટોક બનાવેલ વિડીયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોને લઈને હરકતમાં આવેલ સયાજીગંજ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

વડોદરા શહેર લોકડાઉનના પગલે સયાજી ગંજ પોલીસ વ્યસ્ત હતી. ત્યારે પોલીસે આરોપીએ પોતાના સહયોગીના સહારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમા ચહેરા નિશાન લેતી વખતે લેડીઝ પોલીસ કોન્સ્ટબલ દ્વારા આરોપીનો ફોટો પાડવાની કામગીરી દરમિયાન આરોપીના સહયોગી દ્વારા ટિકટોક વિડિઓ બનાવ્યો હતો. અને આમાં આરોપી વિવિધ અદાઓમાં વિડીયોમાં નજરે પડે છે. ત્યારબાદ આરોપી લોકઅપની બાજુમાં દાદર પર બેસી બૂટની દોરી બાંધી સયાજીગંજ પોલીસ સ્ટેશનની બહાર દાદરા પરથી રૂમાલથી પોતાના મોઢે બાંધીને નીકળતો તેઓ વીડિયો વાયરલ થયો હતો.

  • મહિલા પોલીસ કર્મી ગુનેગારોનો મોબાઇલમાં ફોટા પાડી રહી હતી તે સમયે અન્ય કોઇ વ્યક્તિએ પાછળથી શુટીંગ ચાલુ કર્યું
  • ગુનેગાર પોલીસ સ્ટેશનના લોકઅપ નજીક બુટ પહેરી બહાર નિકળે છે તે પણ તેના સાથીદારે મોબાઇલમાં કેદ કર્યું
  • જાહેરનામા ભંગના આરોપીએ પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારીને વાઈરલ કર્યો હતો વીડિયોમાં દેખાતા અને વીડિયો ઉતારનાર બંને આરોપીની પોલીસે ધરપકડ કરી

આ વાયરલ વિડીયો ને લઈ સયાજીગંજ પોલીસે આ વિડિયો બનાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી અને બે આરોપીઓની સયાજીગંજ પોલીસે રાત્રે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી. જેમાં એક આરોપી સયાજીગંજ પોલીસે ગુનાના કામનો આરોપી તથા બીજો આરોપી ટીકટોક વિડિયો બનાવનાર આ બંન્ને ની સયાજીગંજ પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 65 ( ઈ ) મુજબ આરોપી સલમાનખાન પઠાણ રહે.ભીમનાથ મંદિરના ખાડામાં પરશુરામ ભઠ્ઠો અને મહંમદ આરિફ સલીમ શેખ રહે 502 મહાત્મા ગાંધી હાઈટસ ગણપતિ મંદિર પાસે અકોટા આ બન્ને આરોપીઓની ધરપકડ કરી સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ બને આરોપીઓને સયાજીગંજ પોલીસે 16 મી તારીખે લોક ડાઉન દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન દરમ્યાન પોલીસ વ્યસ્ત હતી. તે દરમિયાન આરોપી સલમાન બશીર ખાન પઠાણએ આ ટિકટોક વિડીયો બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here