Friday, April 19, 2024
Homeવડોદરા : અષાઢી બીજે ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા નીકળશે, 27 હજાર કિલો...
Array

વડોદરા : અષાઢી બીજે ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા નીકળશે, 27 હજાર કિલો શીરો અને 400 મણ કેળાનું વિતરણ થશે

- Advertisement -

વડોદરા: વડોદરા શહેરમાં આષાઢી બીજના પાવન દિવસે જગનાનાથ ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે. ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજીત 38મી રથયાત્રામાં શુદ્ધ ઘીમાંથી બનાવેલા 27 ટન શીરાનો પ્રસાદ અને 400 મણ કિલો કેળાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ રથયાત્રા બપોરે 2:30 કલાકે સ્ટેશન ખાતેથી નીકળશે.

ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલરામજી અને બહેન સુભદ્રાજી નગરયાત્રાએ નીકળશે
વડોદરા સ્થિત ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ રામદાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, 4 જુલાઇના રોજ ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલરામજી અને બહેન સુભદ્રાજી શહેરીજનોને સામેથી દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળશે. ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી રથયાત્રાને મેયર ડો. જીગીશાબહેન શેઠ રથયાત્રાના માર્ગને સોનેરી ઝાડૂથી સફાઇ કરીને પ્રસ્થાન કરાવશે. તે સમયે રાજકિય અગ્રણીઓ, મંદિરના મહંતો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

40 હજારથી વધુ લોકો મહાપ્રસાદીનો લાભ લેશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રથયાત્રા રેલવે સ્ટેશનથી સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી ચાર રસ્તા, રાવપુરા મેઇન રોડ, જ્યુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, મદનઝાંપા રોડ, કેવડાબાગ થઇ બરોડા હાઇસ્કૂલ પાસે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપન થશે. રથયાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ, પોળના યુવક મંડળો તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. સાંજે નીજ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 હજાર કરતા વધુ લોકો મહાપ્રસાદીનો લાભ લેશે.

રથયાત્રામાં શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ કરાશે
માં મંદિરના ગૌરાંગ દાસ, રામકેશવ દાસ, નીમાઇ નિતાઇ દાસ, વંશીધારી દાસ, રામગોવિંદ દાસ, રામ ગોપાલ દાસ જોડાશે. અને રથયાત્રામાં શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું વિતરણ, તેમજ 27000 કિલો શીરાનો પ્રસાદ અને 400 મણ કેળાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેમ ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular