વડોદરા : પાદરામાં શુભમ બંગલોઝમાં તસ્કરો તાટક્યા, સોના-ચાંદીના દાગીના સહિત 4.20 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર

0
6

પાદરા-જંબુસર રોડ પર આવેલા શુભમ બંગલોઝમાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને એક બંગલાને નિશાન બનાવીને 4.20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના આ બનાવે પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે.

વતનથી પરત આવ્યા બાદ ચોરીની જાણ થઈ

વડોદરા જિલ્લાના પાદરાના 22, શુભમ બંગલોઝમાં રહેતા કુણાલ શાહ રવિવારે પોતાના વતનમાં ગયા હતા અને જ્યાં રાત્રિ દરમિયાન રોકાઈ ગયા હતા અને સવારે તેઓને નોકરી પર જવાનું હોવાથી તેઓ વતનથી પરત પાદરા આવ્યા હતા. જ્યાં મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં વેર વિખેર પડેલો સમાનને જોતા ચોરી થયાનું જણાતા પાદરા પોલીસને જાણ કરી હતી. તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

સોસાયટીમાં CCTV બંધ હાલતમાં છે

મકાન માલિક કુણાલ શાહે જણાવ્યું હતું કે, મકાનની અંદર તિજોરીમાં મૂકેલા સોના, ચાંદીના દાગીના તથા રોકડ રૂ.12 હજાર મળી કુલ રૂપિયા 4.20 લાખના મુદ્દામાલની મત્તાની ચોરી થઈ છે. જોકે સોસાયટીમાં CCTV બંધ હાલતમાં છે.