વડોદરા : અત્યાર સુધીમાં 78,270 લોકોએ કોરોનાની રસી મુકાવી લીધી

0
3

વડોદરામાં હાલ 60 વર્ષથી વધુ ઉંમરના અને 60 વર્ષથી ઓછી વયના નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આમ તો 1 માર્ચથી આ કેટેગરી હેઠળ આવતા નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

હાલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરો હોસ્પિટલો ખાનગી દવાખાના વગેરે સ્થળે રસી લેવા માટે લોકો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 78,270 લોકોએ રસી મુકાવી લીધી છે. જોકે કોરોના રસીકરણનો પ્રારંભ ગઈ તારીખ 16 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે જેમાં 19264 હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ અને 145 70 હેલ્થ વર્કરને બીજો ડોઝ અપાયો છે.

10,588 ફ્રન્ટલાઈન વર્કરને પ્રથમ અને 2099 બીજો ડોઝ દેવાયો છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 28,730 નાગરિકોને પ્રથમ ડોઝ અપાયો છે. કોરોનાની રસી અંગે લોકોમાંથી ભય દૂર થતા લોકો બેફિકર બનીને રસી લેવા આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here