વડોદરા : હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિતના નિરીક્ષણ માટે ફરજ પરના ખાસ અધિકારી આખી રાત જાગ્યા

0
0

વડોદરા શહેરમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન સહિતના નિરીક્ષણ માટે ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવ આખી રાત જાગ્યા હતા. તેઓએ પહેલા કલેક્ટર કચેરી ખાતે મિટીંગ કરી હતી. ત્યાર બાદ રાત્રે 8.30 કલાકે ગોત્રી હોસ્પિટલ ખાતે ક્વિક રિસ્પોન્સ સેન્ટર માટે બની રહેલા ડોમ નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. રાત્રે 1:30 વાગ્યે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ રાત્રે 2 વાગ્યે નવલખી મેદાન ખાતે ઓક્સિજન રિફીલિંગ સુવિધાની મુલાકાત લીધી હતી અને છેલ્લે રાત્રે અઢી વાગ્યે સમરસ કોવિડ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ડોક્ટર્સ, વોર્ડ બોય્ઝ, સફાઈ સેવકો અન્ય સાર સંભાળ લેનારાઓ તેમજ દર્દીઓના સ્વજનો સાથે પણ સંવાદ કર્યો હતો.

રાત્રે 8.30 કલાકે ડોમ નિર્માણનું નિરીક્ષણ કર્યું

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને ક્વિક રિસ્પોન્સ સેન્ટર માટે બની રહેલા ડોમના કામનું નિરીક્ષણ કર્યું હતું. યુદ્ધના ધોરણે ચાલી રહેલી આ કામગીરીથી આજથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેડ સહિતની આ સુવિધા કાર્યરત થઈ જવાનો વ્યક્ત વિશ્વાસ હતો.

ખાસ ફરજ પરના અધિકારીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી
ખાસ ફરજ પરના અધિકારીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી

રાત્રે 9 કલાકે કલેકટર કચેરી પહોંચ્યા

ખાસ ફરજ પરના અધિકારીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજીને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ઓક્સિજન પુરવઠાની પરિસ્થિતિ, રિફીલિંગ અને વિતરણની સમીક્ષા કરી હતી.

રાત્રે 1.30 કલાકે ગોત્રી હોસ્પિટલની ફરી મુલાકાત લીધી

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલની ફરીથી મુલાકાત લીધી હતી. પી.આઇ.યુ.ના અધિકારીઓ અને MGVCLના મુખ્ય ઇજનેર સાથે ચર્ચા કરી હતી. ફક્ત 48 કલાકમાં વીજ ટ્રાન્સફોર્મર સ્થાપિત કરનારા કર્મયોગીઓને અભિનંદન આપ્યા હતા અને ગોત્રી હોસ્પિટલ ઓપીડીના નોડલ અધિકારી, નર્સિંગ હેડ અને સંબંધિતો સાથે ચર્ચા કરી હતી.

ખાસ ફરજ પરના અધિકારીએ નવલખી મેદાન ખાતે સ્થાપિત કરવામાં આવેલી ઓક્સિજન રિફીલિંગની સુવિધાની મુલાકાત લીધી હતી
ખાસ ફરજ પરના અધિકારીએ નવલખી મેદાન ખાતે સ્થાપિત કરવામાં આવેલી ઓક્સિજન રિફીલિંગની સુવિધાની મુલાકાત લીધી હતી

રાત્રે 2 વાગ્યે નવલખી મેદાનમાં ઓક્સિજન રિફીલિંગ સુવિધાની મુલાકાત લીધી

ખાસ ફરજ પરના અધિકારીએ નવલખી મેદાન ખાતે સ્થાપિત કરવામાં આવેલી ઓક્સિજન રિફીલિંગની સુવિધા ખાતે મધ્ય રાત્રિએ પણ સતત ચાલી રહેલી કામગીરી માટે આનંદની લાગણી સાથે કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધા ન હતી ત્યારે, વાહનોને હાલોલ મોકલવા પડતા હતા. દરેક ફેરામાં 7થી 8 કલાકનો સમય જતો હતો. લાંબી કતારોમાં રાહ જોવી પડતી હતી. હવે કિંમતી સમયની બચત થાય છે અને ઉપલબ્ધ ડ્યુરા સિલિન્ડરો અને પોર્ટા ક્રિયોઝના ઓપ્ટીમાઈઝેસનથી ઓક્સિજનની અછત અને કટોકટીની પરિસ્થિતિનું નિવારણ થયું છે.

રાત્રે 2:30 કલાકે સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમણે ફરજ પરના તબીબો સાથે નાની-મોટી મુશ્કેલીઓની ચર્ચા કરી હતી. વોર્ડ બોય્ઝ, સફાઈ સેવકો અન્ય સાર સંભાળ લેનારાઓ તેમજ દર્દીઓના સ્વજનો સાથે પણ સંવાદ કર્યો હતો.

ડો.વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇને તબીબો સાથે ચર્ચા કરી હતી
ડો.વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઇને તબીબો સાથે ચર્ચા કરી હતી

10 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ ઊભી કરાઇ

અહીં માત્ર 10 દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ ઊભી કરવાનું ભગીરથ કામ થયું છે. દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે અને રોગચાળાની પરિસ્થિતિમાં 800 દર્દીઓને સાજા કરવાની અસાધારણ સિદ્ધિ મળી છે. આમ તંત્રની નિષ્ઠામાં કોઈ કમી નથી, રાત-દિવસ કામ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here