વડોદરા: ધોરણ 9ની વિદ્યાર્થિનીઓએ દાંડી યાત્રાનું નિરૂપણ કરતી પ્રેરક કૃતિઓ બનાવી

0
6

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાજુપુરા ગામે ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ અનોખી રીતે આઝાદીના અમૃત મહોત્સવ અને દાંડી કૂચ સ્મૃતિની ઉજવણીમાં જોડાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી એ જણાવ્યું છે કે, આ સંસ્થાની 9માં ધોરણની દીકરીઓએ અનાજ, કઠોળ અને રંગોથી બાપુના જીવન સંદેશ અને દાંડી યાત્રાનું નિરૂપણ કરતી કલાત્મક અને પ્રેરક કૃતિઓ ખૂબ ઉત્સાહ પૂર્વક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બનાવી છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓનું શિક્ષણ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના રાજૂપુરા ગામે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના શિક્ષણનું સાતત્ય જાળવવા, રહેવા અને ભણવાની આદર્શ સુવિધાઓ સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ભારત સરકારની યોજના હેઠળ સંચાલન કરવામાં આવે છે. હાલમાં નવી પેઢીને દેશની સ્વતંત્રતા માટે જંગે આઝાદીના લડવૈયાઓ એ જે સંઘર્ષ કર્યો હતો તેનાથી વાકેફ કરીને સ્વતંત્રતાની અમુલ્યતાની ચેતના જગાવવા આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના દાંડીના દરિયા કાંઠે ચપટી નમક ઉપાડીને બાપુ એ, જેનો સૂર્ય કદી આથમતો ન હતો એવી બ્રિટનની મહાસત્તાને પ્રતીકાત્મક રીતે પડકારી હતી, એ 1930ની સાબરમતીથી શરૂ કરેલી દાંડી યાત્રાના 2021ના સંસ્કરણથી કરવામાં આવ્યો છે.

રંગોનો સમન્વય કરીને બાપુની ખૂબ જ નયનરમ્ય કૃતિ બનાવી.
રંગોનો સમન્વય કરીને બાપુની ખૂબ જ નયનરમ્ય કૃતિ બનાવી.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી
અનાજ કઠોળ ના દાણાઓ સાથે રંગોનો સમન્વય કરીને બાપુની ખૂબ જ નયનરમ્ય કૃતિ બનાવી છે,તો એક ચોટદાર ચિત્રકૃતી દ્વારા 1930ની 12મી માર્ચે બાપુ દ્વારા સ્વયં સેવકો સાથે દાંડી યાત્રાના પ્રારંભનું દૃશ્ય કંડાર્યું છે. અન્ય એક કૃતિમાં પિંજરમાંથી મુક્ત કરાયેલા પક્ષીની સાથે બાપુને ચીતરી, સ્વતંત્રતા, વિશ્વ શાંતિ અને અહિંસાના દૂત બાપુના સંદેશનું મનસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા.

ચોટદાર ચિત્રકૃતી દ્વારા 1930ની 12મી માર્ચે બાપુ દ્વારા સ્વયં સેવકો સાથે દાંડી યાત્રાના પ્રારંભનું દૃશ્ય કંડાર્યું.
પક્ષીની સાથે બાપુને ચીતરી, સ્વતંત્રતા, વિશ્વ શાંતિ અને અહિંસાના દૂત બાપુના સંદેશનું મનસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું.
પક્ષીની સાથે બાપુને ચીતરી, સ્વતંત્રતા, વિશ્વ શાંતિ અને અહિંસાના દૂત બાપુના સંદેશનું મનસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here