Saturday, September 25, 2021
Homeવડોદરા : ધો-9થી 11ના વર્ગો શરૂ, પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી
Array

વડોદરા : ધો-9થી 11ના વર્ગો શરૂ, પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કોરોનાની મહામારીના કારણે બંધ કરવામાં આવેલી સ્કૂલોમાં આજથી ધો-9થી 11ના ઓફલાઇન વર્ગો શરૂ થયા હતા, ત્યારે વડોદરા શહેરમાં સવારથી શાળાઓના પટાંગણ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગૂંજી ઉઠ્યા હતા. લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કૂલોમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકોએ 100 ટકા વિદ્યાર્થીઓની મંજૂરી આપવા માટેની લાગણી વ્યક્ત કરી હતી.

સમંતિપત્ર મળ્યા પછી જ વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી અપાઇ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોની સ્કૂલો ચાલુ કરવા માટે આપેલી ચીમકી બાધ 50 ટકા ક્ષમતા સાથે શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની સંમતિ લેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. પરિણામે શાળાઓ દ્વારા પણ સમંતિપત્ર મળ્યા પછી જ વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી આપવામાં આવી હતી. તે સાથે કોવિડ-19નું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.

લાંબા સમય બાદ સ્કૂલોમાં આવેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

લાંબા સમય બાદ સ્કૂલોમાં આવેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

50 ટકા વિદ્યાર્થીઓની હજી પણ સંમતિ મળી નથી

મોટાભાગની સ્કૂલોમાં હજુ સુધી 50 ટકા પણ વિદ્યાર્થીઓના સંમતિપત્રકો આવ્યા નથી. સરકારે સ્કૂલ ખોલવાની તો મંજૂરી આપી છે. પરંતુ, સ્કૂલોને વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ ફરજીયાત બનાવી છે, ત્યારે 50 ટકા વિદ્યાર્થીઓની હજી પણ સંમતિ મળી નથી. જેને લઈ વાલીઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. થોડા સમય પહેલા ધો-12ના ઓફલાઈન વર્ગો શરૂ કરાયા હતા. પરંતું વિદ્યાર્થીઓ સ્કૂલોમાં જઇ રહ્યા નથી.

વાલીઓને કોરોનાનો ડર સતાવી રહ્યો છે

શાળા સંચાલકોની માંગ બાદ ભલે સરકાર દ્વારા 50 ટકા ક્ષમતા સાથે પહેલાં ધોરણ-12ના વર્ગોને અને 26 જુલાઇથી ધો-9થી 11ના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ, મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન થતાં લાગી રહ્યું છે કે, હજી ક્યાંકને ક્યાંક વાલીઓને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. પરિણામે ઓફલાઈન શિક્ષણમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલાક વાલીઓ તો બાળકોનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવા તૈયાર નથી

શાળાઓ દ્વારા સમંતિપત્ર મળ્યા પછી જ વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી આપવામાં આવી હતી

શાળાઓ દ્વારા સમંતિપત્ર મળ્યા પછી જ વિદ્યાર્થીઓને શાળામાં એન્ટ્રી આપવામાં આવી હતી

લાંબા વેકેશન બાદ સ્કૂલો ચાલુ થતા સ્કૂલમાં જવાનું સારૂ લાગે છે

ધો-9માં અભ્યાસ કરતા રાહુલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લાંબા વેકેશન બાદ સ્કૂલો ચાલુ થતા સ્કૂલમાં જવાનું સારૂ લાગે છે. ઓનલાઇન કરતા ઓફલાઇન અભ્યાસ કરવાની મજા આવે છે. સ્કૂલમાં જવાથી કોઇ પણ પ્રશ્નની ક્વેરી હોય તો તુરંત જ સોલ્વ થઇ જાય છે. સાથી મિત્રો સાથે અભ્યાસ કરવાથી અભ્યાસ કરવાની પણ મજા આવે છે.

વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા નથી

જય અંબે સ્કૂલના પ્રિન્સીપાલ પરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, આજથી ધો-9 થી 11ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમારી સ્કૂલમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. 50 ટકા ક્ષમતા સાથે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. પરંતુ, વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments