વડોદરા : મ્યુકરમાઇકોસીસના 21 દર્દીની સર્જરી, ત્રણની આંખ કાઢવી પડી

0
4

શહેરમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બુધવારે સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં નવા 15 કેસ નોંધાયા હતા. જોકે સારવાર લઈ રહેલા 1 દર્દીનું મોત નીપજ્યું હતું. બુધવારે 21 ઓપરેશનમાં ત્રણ દર્દીઓની એક આંખને કાઢી લેવામાં આવી હતી.

બુધવારે સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 15 કેસ નોંધાયા હતા. સયાજી હોસ્પિટલમાં બુધવારે 10 કેસ નવા દાખલ થયા હતા. જેના કારણે કુલ દર્દીઓનો આંક વધીને 122 થયો છે. બુધવારે દાખલ દર્દીઓમાંથી 18 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યું હતુ. જેમાંથી બે દર્દીઓને આંખ સુધી ઇન્ફેક્શન લાગતા તેઓની એક આંખનો ડોળો કઢાયો હતો. 10 દર્દીઓની બાયોપ્સીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલમાં 3 દર્દીની સર્જરી કરાઇ હતી. જેમાં એક દર્દીની એક આંખ અને એક દર્દીના તાળવાનો ભાગ કાઢી લેવામાં આવ્યો હતો.

ઈન્જેક્શનનો સપ્લાય ઓછો છે: ડો.મિસ્ત્રી

પાલિકાની સભામાં કોર્પોરેટર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અગાઉ મ્યુકરમાઇકોસીસના વાર્ષિક 2-4 કેસ આવતા હતા. તેથી દવાનું ઉત્પાદન લિમિટેડ હતું. પરંતુ હાલમાં કેસ વધ્યાં છે. હાલમાં ઈન્જેક્શન સીધા સરકાર ખરીદે છે. કેસ વધી રહ્યા છે તેના પ્રમાણમાં ઈન્જેક્શન ઓછો આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here