વડોદરાઃ એસ.ઓ.જી.ને ગાંજાની બાતમી આપ્યાની શંકાના આધારે સોનુ જાદવ નામના યુવાનને શહેરના સીટી પોલીસ મથકનો ડી સ્ટાફનો કોન્સ્ટેબલ હરપાલસિંહ ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ દ્વારા યુવાનને લાઇફ પૂરી કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. કોન્સ્ટેબલ દ્વારા આપતા વાયરલ થયેલા ઓડિયો અંગે પોલીસ કમિશનરે તપાસનો હુકમ કર્યો છે.
ઓડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ચકચાર
ચાર દિવસ પૂર્વે સીટી પોલીસ મથકની હદમાંથી એસ.ઓ.જી.એ ગાંજાનો જથ્થો પકડ્યો હતો. આ પકડાયેલ ગાંજાની બાતમી સ્કૂલ વાન ચાલક સોનુ જાદવ નામના યુવાને એસ.ઓ.જી.ના હેમરાજસિંહ નામના કોન્સ્ટેબલને આપી હોવાની માહિતી સીટી પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ હેરપાલસિંહને થઇ હતી. જે માહિતીના આધારે કોન્સ્ટેબલે સોનુ જાદવને ફોન કરીને પોલીસ મથકમાં આવી જવાની ધમકી આપી હતી. જે અંગેનો ઓડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
તપાસનો આદેશ જારી કર્યો
કોન્સ્ટેબલ હરપાલસિંહ કોન્સ્ટેબલ હરપાલસિંહ દ્વારા આપવામાં આવેલી ધમકી અંગે સોનુ જાદવા નામના યુવાને પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જેથી કોન્સ્ટેબલની ડી સ્ટાફમાંથી બદલી કરી તપાસનો આદેશ જારી કર્યો છે.