વડોદરા : સ્વામિનારાયણ ગુરૂકુળના સંતે રસી મૂકાવી કહ્યું, કોરોનાને હરાવવા દરેક વ્યક્તિ આગળ આવે

0
2

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકોમાં વેક્સિનને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાને તોડતા સ્વામિનારાયણ ગુરૂકુળના સંતે રસી મૂકાવી હતી. રસી મૂકાવ્યા બાદ પ્રભુ સ્વામિએ જણાવ્યું હતું કે, વેક્સિનની કોઈ આડઅસર થતી જેથી કોરોનાને હરાવવા માટે તમામ લોકો આગળ આવે તેવી અપીલ કરી હતી.​​​​​​​

વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
​​​​​​​
વિશ્વમાં કોરોનાની નવી લહેર પોતાનો વ્યાપ વધારી રહી છે . કોવિડને મ્હાત કરવા ભારતમાં ઘણા સમયથી કોવિડ-19 વેક્સિન આપવાનું શરૂ કરાયુ છે. આજે વરણામા વડોદરા સ્વામિનારાયણ ગુરુકુળના પ્રભુ સ્વામિને વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વસીમ ખત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. સ્વામિજીએ ડોક્ટર કિરણ પરીખ, જયરાજભાઇ પાઠક, જયેન્દ્રભાઈ જાદવ વગેરે તમામ સ્ટાફની સેવા અને વિનમ્રતાને બિરદાવી હતી.

લોકોને પ્રોત્સાહિત કર્યા
વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત લોકોને પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, આપણા પોતાના માટે અને પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સર્વે કોવિડ-19 નો ડોઝ સમય આવ્યેથી અવશ્ય લેવો જોઈએ. તેની કોઈ આડઅસર નથી, એટલે ચિંતા કર્યા વિના સ્વાસ્થ્ય રક્ષા અવશ્ય કરશો અને અન્યને પણ પ્રેરણા આપી ઉત્સાહિત કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here