Wednesday, September 29, 2021
Homeવડોદરા : સ્વીટી મર્ડર કેસ : પી.આઇ.દેસાઇ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરીને...
Array

વડોદરા : સ્વીટી મર્ડર કેસ : પી.આઇ.દેસાઇ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરીને કોર્ટમા રજૂ કરાશે

પી.આઇ.દેસાઇની પત્ની સ્વીટી મર્ડર કેસમાં અમે મજબૂત પુરાવા એકત્રિત કરીને કોર્ટમા રજૂ કરીશું.આરોપીને કડક સજા થાય તે રીતે પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે.સ્વીટી કેસ ઉકેલવા અંગે તેમણે અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને એ.ટી.એસ.ની કામગીરીને બિરદાવી  હતી.

પ્રતાપનગર ઘોડિયા ઘરના ઉદ્ઘાટનમાં આવેલા રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ એક વાતચીત દરમિયાન સ્વીટી મર્ડર કેસ અંગે જણાવ્યું  હતું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એ.ટી.એસ.દ્વારા સારી કામગીરી કરાઈ છે. વડોદરા પોલીસે પણ શરૂઆતના તબક્કામાં સારી કામગીરી કરી હતી. હવે ગુનો ડિટેક્ટ થઇ ગયો છે. ત્યારે હવે વધુ પુરાવા  ભેગા કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડી.એન.એ.સહિતના મેડિકલ પુરાવા પણ પોલીસ મેળવશે. મજબૂત કેસ કરીશુ. આ તો પોલીસ કર્મચારી છે. તેણે જનતાનું રક્ષણ કરવાનું હોય છે, પણ તેણે ભક્ષક તરીકેનું કામ કર્યુ છે. સજા કરવાનું કામ કોર્ટનું છે. અમે પૂરતા અને મજબૂત પુરાવા ભેગા કરી કોર્ટમાં મુકીશુ. તેની સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ થશે. પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને માર મારવાની ઘટના અંગે ડી.જી.પી.આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, જ્યારે આવા બનાવ બને છે. ત્યારે અધિકારી દ્વારા તેની તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવા પોલીસ કર્મચારીઓ સામે  સસ્પેન્શન તથા જિલ્લા ટ્રાન્સફરની કામગીરી થતી હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments